આ ફિલ્મમાં ત્રણ કપલની સ્ટોરી દેખાડવામાં આવશે.
તાપસી પન્નુ , અક્ષય કુમાર , વાણી કપૂર
અક્ષયકુમાર હવે તાપસી પન્નુ સાથે નહીં પરંતુ વાણી કપૂર સાથે રોમૅન્સ કરશે એવી ચર્ચા છે. ‘પતિ, પત્ની ઔર વોહ’ને ડિરેક્ટ કરનાર મુદસ્સર અઝીઝની ‘ખેલ ખેલ મેં’માં અક્ષયકુમાર, વાણી કપૂર, તાપસી પન્નુ, પ્રજ્ઞા જયસ્વાલ, ફરદીન ખાન, એમી વિર્ક અને આદિત્ય સીલ જોવા મળશે. આ ફિલ્મમાં તાપસી સાથે અક્ષયકુમાર રોમૅન્સ કરશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. તેમણે અગાઉ ‘બેલ બૉટમ’માં સાથે કામ કર્યું હતું. આ તેમની બીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં ત્રણ કપલની સ્ટોરી દેખાડવામાં આવશે. ‘બેબી’, ‘નામ શબાના’ અને ‘મિશન મંગલ’માં સાથે કામ કર્યું હોવાથી એવી ચર્ચા હતી કે તાપસી અને અક્ષય સાથે હશે.

