Khel Khel Mein: આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે તાપસી પન્નુ, વાણી કપૂર, એમી વિર્ક, આદિત્ય સીલ, પ્રજ્ઞા જૈસવાલ અને ફરદીન ખાન જેવા ટેલેન્ટેડ એક્ટર્સ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળવાના છે.
ખેલ ખેલ મેંનો ફર્સ્ટ લૂક
બૉલિવૂડના ખિલાડી કુમાર અક્ષય કુમારની આગામી નવી ફિલ્મ `ખેલ ખેલ મેં` (Khel Khel Mein) સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટ 2024ના રોજ દેશભરના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે તાપસી પન્નુ, વાણી કપૂર, એમી વિર્ક, આદિત્ય સીલ, પ્રજ્ઞા જૈસવાલ અને ફરદીન ખાન જેવા ટેલેન્ટેડ એક્ટર્સ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળવાના છે.
મુદસ્સર અઝીઝ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ, `ખેલ ખેલ મેં` 15 ઓગસ્ટ 2024ના રોજ થિયેટરમાં રિલીઝ થવા માટે તૈયાર છે. અક્ષય કુમાર, તાપસી પન્નૂ, વાણી કપૂર, એમ્મી વર્ક, આદિત્ય સીલ, પ્રજ્ઞા જયસવાલ અને ફરદીન ખાન (Khel Khel Mein) સ્ટારર આ કૉમેડી-ડ્રામા ફિલ્મ દર્શકોને હાસ્ય અને ભાવનાઓનું એક આદર્શ મિશ્રણ પૂર્ણ પાડશે એવી મેકર્સને આશા છે. ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, વિપુલ ડી. શાહ, અશ્વિન વર્દે, રાજેશ બહલ, શશિકાંત સિન્હા અને અજય રાય દ્વારા ફિલ્મ `ખેલ ખેલ મેં` પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ આગામી ફિલ્મનો ઉદ્દેશ્ય કૉમેડી-ડ્રામા અને ભાવનાઓનું એક રોલર કોસ્ટર પ્રદાન કરવાનું છે. જેથી આ ફિલ્મ રિલીઝ થયાના બાદ દર્શકોને જરૂર હસાવશે એવું લાગે છે.
ADVERTISEMENT
View this post on Instagram
`ખેલ ખેલ મેં`માનો તેનો ફિલ્મનો પહેલો લુક સોશિયલ મીડિયા (Khel Khel Mein) પર શેર કરતા તાપસી પન્નૂએ લખ્યું હતું કે, "આ સ્વતંત્રતા દિવસે, હાસ્ય, ડ્રામા અને ભરપૂર મસ્તીના પાગલ વર્લ્ડમાં સામેલ થાઓ! તમારા કેલેન્ડરમાં 15 ઓગસ્ટ, 2024ને #KhelKhelMein તરીકે નોટ કરો અને જ્યારે તે થિયેટરોમાં આવશે." આ સાથે તાપસીએ આગળ લખ્યું કે ગુલશન કુમાર, ટી-સીરિઝ અને #WakaooFilms દ્વારા પ્રસ્તુત #KhelKhelMeiમાં #AkshayKumar, #TaapseePannu, #VaaniKapoor, #AmmyVirk, #AdityaSeal, #PragyaJaiswal અને #FardeenKhan જેવા કલાકારો પણ તમને ભરપૂર મનોરંજન પૂર્ણ પાડશે. #T-Series #WakaooFilms અને #KKMFilm પ્રોડક્શન દ્વારા નિર્મિત, #KhelKhelMein નું નિર્દેશન #MudassarAzizએ કર્યું છે અને તેનું નિર્માણ #BhushanKumar, #KrishanKumar, #VipulDSahh, #AshwinVarde, #RajeshBahl, #ShashikantSinha અને #AjayRayએ કર્યું છે. એવા અનેક હૅશટૅગ્સ સાથે તાપસીએ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
ભુષણ કુમાર, ટી-સિરીઝ, વકાઉ ફિલ્મ્સ અને કેકેએમ ફિલ્મ્સ (Khel Khel Mein) દ્વારા "ખેલ ખેલ મેં"ને પ્રોડ્યુસ કરવામાં આવી છે. "ખેલ ખેલ મેં"ને નિર્દેશન મુદસ્સર અઝીઝે ડિરેક્ટ કરી છે અને તેને પ્રોડ્યુસ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, વિપુલ ડી. શાહ, અશ્વિન વર્દે, રાજેશ બહલ, શશિકાંત સિન્હા અને અજય રાયે કર્યું છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2024ના રોજ દેશભરમાં રિલીઝ થવાની છે. અક્ષય કુમારની નવી ફિલ્મના ટીઝર ટ્રેલર રિલીઝ ડેટની જાહેરાતને લઈને દર્શકો અને ચાહકોમાં ભરપૂર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

