કેસરી વીર : લેજન્ડ્સ ઑફ સોમનાથનું ટીઝર લૉન્ચ થયું
ફિલ્મ ‘કેસરી વીર : લેજન્ડ્સ ઑફ સોમનાથ’ નું પોસ્ટર
સુનીલ શેટ્ટી, વિવેક ઑબેરૉય અને સૂરજ પંચોલીને ચમકાવતી ફિલ્મ ‘કેસરી વીર : લેજન્ડ્સ ઑફ સોમનાથ’નું ટીઝર લૉન્ચ થઈ ગયું છે. ૧૪મી સદીમાં આક્રમણકારોથી સોમનાથ મંદિરને બચાવનારા વીરોની ગાથા કહેતી આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી વેગડા નામના યોદ્ધાનો અને સૂરજ પંચોલી વીર હમીરજી ગોહિલ નામના યોદ્ધાનો રોલ ભજવે છે. વિવેક ઑબેરૉય આ ફિલ્મમાં લોહીતરસ્યા વિલન ઝફરના પાત્રમાં છે, જે સોમનાથ મંદિરને લૂંટવા માટે આક્રમણ કરે છે. ફિલ્મમાં હિરોઇન તરીકે નવોદિત આકાંક્ષા શર્મા છે, જેની આ પહેલી જ ફિલ્મ છે. ૧૪ માર્ચે ભારતભરમાં વિવિધ ભાષાઓમાં રિલીઝ થનારી આ ફિલ્મના નિર્માતા કનુ ચૌહાણ છે અને એનું ડિરેક્શન પ્રિન્સ ધીમને કર્યું છે.

