તે તિરુવૈરનિકુલમ મહાદેવ મંદિરમાં ગઈ હતી.
સાઉથની ઍક્ટ્રેસ અમલા પૉલ
સાઉથની ઍક્ટ્રેસ અમલા પૉલને કેરળના મંદિરમાં એન્ટ્રી આપવાથી રોકવામાં આવી હતી. તે તિરુવૈરનિકુલમ મહાદેવ મંદિરમાં ગઈ હતી. જોકે તેને અટકાવવામાં આવી હતી. આ મંદિરમાં ફક્ત હિન્દુઓને જ એન્ટ્રી આપવામાં આવે છે એવું તેણે કહ્યું હતું. તેને રસ્તા પરથી જ ભગવાનનાં દર્શન કરવાની ફરજ પાડવામાં આવી હતી. મંદિરના વિઝિટર્સ રજિસ્ટરમાં અમલાએ લખ્યું હતું કે ‘દુઃખની વાત છે કે ૨૦૨૩માં પણ ધર્મને લઈને ભેદભાવ કરવામાં આવે છે. હું ભગવાનની નજીક તો ન જઈ શકી, પરંતુ મને તેમનો એહસાસ દૂરથી પણ થયો હતો. આશા રાખું છું કે ધર્મને લઈને જે ભેદભાવ કરવામાં આવે એ જલદી દૂર થાય. એ સમય જલદી આવે જ્યાં દરેકને એકસમાન ગણવામાં આવે નહીં કે ધર્મને લઈને તેમની તુલના કરવામાં આવે.’