KBC 15: ઈશાન કિશને શોમાં અમિતાભ બચ્ચનને પૂછ્યું, જયા બચ્ચન પર બનેલી ફિલ્મનું શું નામ રાખશો? જેના જવાબમાં અમિતાભ બચ્ચને કહ્યું આવું…
ઈશાન કિશનની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- KBC 15માં ઈશાન કિશન અને સ્મૃતિ મંધાના જોવા મળશે
- અમિતાભ બચ્ચને ઈશાન કિશનને લગ્નની સલાહ આપી
- અમિતાભ બચ્ચને પત્ની જયા બચ્ચનને કહ્યું ‘સરકાર’
સોની ટીવી (Sony TV) પર પ્રસારિત થતા શો કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati – KBC 15)ની સિઝન ૧૫ (Season 15)માં દર સોમવારે, ખાસ મહેમાનો શોનો ભાગ બને છે, જેઓ અન્ય સ્પર્ધકોની જેમ હોટ સીટ પર બેસીને અમિતાભ બચ્ચનના મુશ્કેલ પ્રશ્નોના જવાબ આપે છે. આ સ્પર્ધકો મોટી રકમ જીતવા માટે કેટલાક ઉમદા હેતુ માટે શોમાં આવે છે. હાલમાં જ ભારતીય ક્રિકેટર (Indian Cricketer) ઈશાન કિશન (Ishan Kishan) અને સ્મૃતિ મંધાના (Smriti Mandhana) શોમાં હોટસીટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન ભારતીય ક્રિકેટર ઈશાન કિશને અમિતાભ બચ્ચન સાથે અણેક હળવી પળો માણી હતી. તેણે મેગાસ્ટારને તેમની પત્ની જયા બચ્ચન (Jaya Bachchan) વિશે પણ સવાલ કર્યો હતો.
ક્વિઝ આધારિત રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિના ૯૬માં એપિસોડમાં, બિગ બીએ ભારતીય ક્રિકેટર ઈશાન કિશન અને સ્મૃતિ મંધાનાનું હોટ સીટ પર સ્વાગત કર્યું હતું. રમત શરૂ થાય તે પહેલાં ઈશાન કિશને અમિતાભ બચ્ચનને પૂછ્યું, ‘આપણે રમત શરૂ કરીએ તે પહેલાં મારો એક પ્રશ્ન છે. કૌન બનેગા કરોડપતિ અને ક્રિકેટ સમાન રમતો છે. રમતમાં એક અમ્પાયર (કોમ્પ્યુટર તરફ નિર્દેશ) છે. તમે એવા બોલર છો જે અમને સવાલ કરશે. અમે બેટ્સમેન છીએ જે બચાવ કરીશું. જે નિર્ણય આપે છે તે અમ્પાયર છે.’ ‘અહીં કોણે નક્કી કર્યું કે કોણ પ્રથમ બેટિંગ કરશે અને કોણ બોલિંગ કરશે? આપણે પહેલા ટોસ કરવો પડશે.’, એમ ઈશાન કિશને ઉમેર્યું હતું. ત્યારપછી ટોસ થયો અને ઈશાન અને સ્મૃતિએ ટોસ જીત્યું. આ પછી ઈશાને કહ્યું, `અમે પહેલા બે સવાલ પૂછવા માંગીએ છીએ.` અભિનેતાએ કહ્યું, ‘કૃપા કરીને સરળ પ્રશ્નો પૂછો.’
ADVERTISEMENT
ઈશાને આગળ કહ્યું, ‘ના, સવાલ પછી પૂછવામાં આવશે. હું પહેલા તમને વિકલ્પ આપીશ. પહેલો વિકલ્પ છે `ખુદા ગવાહ`, બીજો વિક્લપ `સરકાર`, ત્રીજો વિકલ્પ `ડોન` અને ચોથો વિકલ્પ છે શહેનશાહ. હવે પ્રશ્ન એ છે કે તમે આમાંથી કયું ફિલ્મનું નામ જયા મેમના નામ પછી ઉમેરવા માંગો છો?’
જેના જવાબમાં અમિતાભ બચ્ચને કહ્યું કે, `બેશક, શીર્ષક `સરકાર` હશે. અને અહીં પરણેલા તમામ પુરૂષો તેમની પત્નીના નામ સાથે આ પદવી ઉમેરશે. સાચું? ઠીક છે, પત્ની ઘરની સંભાળ રાખે છે તેથી તમારે તેની આગળ નમન કરવું જોઈએ. એ સરકાર છે.’ આ સાંભળીને ઈશાન કિશને કહ્યું કે, ‘તમારી પાસેથી આ સલાહ મેળવીને મને આનંદ થયો.’
કેબીસીના આ એપિસોડમાં મેગાસ્ટાર હોસ્ટ અમિતાભ બચ્ચન એકવાર ઈશાન કિશનથી નિરાશ થયા હતા. કારણ કે, ક્રિકેટર ઈશાન કિશનને હૃતિક રોશન (Hrithik Roshan) અભિનીત ફિલ્મ `લક્ષ્ય` (Lakshya)માં ખેડૂતોની ભૂમિકા વિશે જાણ ન હતી. એપિસોડ દરમિયાન અમિતાભ બચ્ચન અને ઈશાન કિશન અનેક હળવી પળો માણતા જોવા મળ્યા હતા.