Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૅટરિના કૈફના જમણા હાથ પર બ્લૅક પૅચ જોઈને ચાહકો ચિંતિત, ડાયાબિટીઝ તો નથીને?

કૅટરિના કૈફના જમણા હાથ પર બ્લૅક પૅચ જોઈને ચાહકો ચિંતિત, ડાયાબિટીઝ તો નથીને?

Published : 06 October, 2024 12:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં ચાહકો પણ એક જ સવાલ પૂછી રહ્યા છે

કૅટરિના કૈફ

કૅટરિના કૈફ


બૉલીવુડની ઍક્ટ્રેસ કૅટરિના કૈફ ઍરપોર્ટ પર જોવા મળી ત્યારે તેના જમણા હાથ પર બ્લૅક કલરનું એક પૅચ લાગેલું જોવા મળતાં તેના ચાહકોમાં ઍક્ટ્રેસના સ્વાસ્થ્યને લઈને ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. સામાન્ય રીતે આવું પૅચ બ્લડશુગર કન્ટ્રોલમાં રહે છે કે નહીં એ ચેક કરવા માટે લગાડવામાં આવે છે. તેનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં ચાહકો પણ એક જ સવાલ પૂછી રહ્યા છે કે કૅટરિનાની તબિયત સારી છે કે નહીં, તેને ડાયાબિટીઝ તો નથીને?


જોકે આ જોઈને કેટલાક ચાહકો એવું જણાવતા હતા કે આ અલ્ટ્રાહ્યુમન ફિટનેસ ચેકર છે જે બ્લડ શુગર, હાર્ટ રેટ અને ઊંઘની પૅટર્ન જેવી બાબતોને ટ્રૅક કરે છે.



જોકે સૂત્રો જણાવે છે કે જે બ્લૅક પૅચ ઍક્ટ્રેસે પહેર્યું હતું એ તેની ફિટનેસની ચકાસણી કરે છે જેમાં હાર્ટ રેટ, કેલરી કાઉન્ટ, ઊંઘની પૅટર્ન વગેરેનો સમાવેશ છે. કૅટરિના તેના સ્વાસ્થ્ય અને ફિટનેસ બાબતે ખૂબ જ સજાગ છે, એનું આ પ્રૂફ છે.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2024 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK