વિકી કૌશલે લગ્નને એક વર્ષ પૂર્ણ થવા પર ભાંગડા પણ કર્યા હતા. પત્ની કેટરિનાએ પતિ વિકીનો ભાંગડા કરતો વીડિયો પણ તેના ઈન્સ્ટા પર શેર કર્યો છે.
કેટરિના કૈફ અને વિક્કી કૌશલ
વિકી કૌશલ (Vicky kaushal) અને કેટરીના (Katrina Kaif)ના લગ્નને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. કપલે 9 ડિસેમ્બર 2021 ના રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં લગ્ન કર્યા હતાં. વિકી અને કેટરિના તેમના લગ્નની પ્રથમ વર્ષગાંઠ (Katrina Vicky First Wedding Anniversary)ની ઉજવણી કરી રહ્યા છે. વિકી કૌશલે લગ્નને એક વર્ષ પૂર્ણ થવા પર ભાંગડા પણ કર્યા હતા. પત્ની કેટરિનાએ પતિ વિકીનો ભાંગડા કરતો વીડિયો પણ તેના ઈન્સ્ટા પર શેર કર્યો છે.
કેટરીનાએ વીડિયો અને તસવીરો શેર કરી
કેટરીનાએ ઈન્સ્ટા પર ઘણી તસવીરો શેર કરી છે. એક તસવીર તેમના લગ્નની છે. જેમાં બંને ગળામાં માળા પહેરીને બેઠા છે અને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે, જ્યારે બીજી તસવીરમાં કેટરિના તેના પતિ વિકીની આંખોમાં ખોવાયેલી જોવા મળી રહી છે. તે જ સમયે એક શેર કરેલા વીડિયોમાં વિકી કૌશલ બોનફાયરની સામે જોરદાર રીતે ભાંગડા કરતો જોવા મળે છે. ખાસ વાત એ છે કે વિકી મ્યુઝિક વિના ભાંગડા કરી રહ્યો છે અને તેના સ્ટેપ જોઈને કેટરીનાનું હાસ્ય પણ આવી રહ્યું છે.
ADVERTISEMENT
View this post on Instagram
તસવીરો અને વીડિયો શેર કરતી વખતે કેટરિનાએ ક્યૂટ કેપ્શન પણ લખ્યું છે. કેટરીનાએ લખ્યું, "મારા પ્રકાશની કિરણ.. હેપ્પી વન યર (My Ray Of light)." તમામ સેલેબ્સ અને ચાહકો પણ કેટરીનાની પોસ્ટ પર પ્રેમ વરસાવી રહ્યા છે અને તેને લગ્નની પ્રથમ વર્ષગાંઠ માટે અભિનંદન પણ આપી રહ્યા છે. શ્વેતા બચ્ચન કોમેન્ટમાં લખે છે કે "હેપ્પી એનિવર્સરી." જ્યારે વિકી કૌશલના પિતા શામ કૌશલે પણ પુત્રવધૂ કેટરિનાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ટિપ્પણી કરી છે. શામ કૌશલે લખ્યું, "હેપ્પી એનિવર્સરી, ભગવાનના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. દીકરા, તું પરિવારમાં ઘણી ખુશીઓ લાવી છે. પ્રેમ અને આશીર્વાદ."
આ પણ વાંચો: આ છે ગુજરાતની `છોટી આલિયા`, કેસરિયા પર ડાન્સ વીડિયોએ મચાવી ધમાલ, જુઓ ઢાંસુ ડાન્સ
ઉલ્લેખનીય છે કે કેટરીના અને વિકી કૌશલ તેમના લગ્ન પછીથી સતત કપલ ગોલ સેટ કરી રહ્યા છે. ફેન્સ પણ તેમની જોડીને ખૂબ પસંદ કરે છે. કેટરિના અને વિકી દરેક તહેવાર અને સેલિબ્રેશનની તસવીરો પણ પોતાના ફેન્સ સાથે શેર કરે છે.