ગયા વર્ષે ૯ ડિસેમ્બરે તેમણે રાજસ્થાનમાં શાહી અંદાજમાં લગ્ન કર્યાં હતાં
કૅટરિના કૈફ
કૅટરિના કૈફ તેના હસબન્ડ વિકી કૌશલ સાથે પહેલી મૅરેજ-ઍનિવર્સરી સેલિબ્રેટ કરી રહી છે. ગયા વર્ષે ૯ ડિસેમ્બરે તેમણે રાજસ્થાનમાં શાહી અંદાજમાં લગ્ન કર્યાં હતાં. મૅરેજ-ઍનિવર્સરીએ કૅટરિના અને વિકીએ ફોટો શૅર કરીને એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી વ્યક્ત કરી હતી. પોતાના રોમૅન્ટિક વેકેશનના કેટલાક ફોટો કૅટરિનાએ શૅર કર્યા છે. એક ફોટોમાં સૂર્યાસ્ત દેખાય છે તો અન્ય એક ફોટોમાં ગાર્ડનમાં બતક દેખાય છે. પોતાનો એક ફોટો તેણે શૅર કર્યો છે. એ ફોટોમાં તેણે ફરવાળું જૅકૅટ પહેર્યું છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅટરિનાએ કૅપ્શન આપી હતી, ટ્રાવેલ ડાયરીઝ.