બધા મહેમાનોની હાજરીમાં કૅટરિનાએ ડાન્સ કરીને બધાનાં દિલ જીતી લીધાં હતાં.
કૅટરિનાએ મિત્રના હલ્દી ફંક્શનમાં કર્યો સસુરાલ ગેંદા ફૂલ પર જબરદસ્ત ડાન્સ
ઍક્ટ્રેસ કૅટરિના કૈફ હાલમાં જ તેની મિત્રના હલ્દી ફંક્શનમાં પતિ વિકી કૌશલ સાથે હાજર રહી હતી. આ પ્રસંગે કૅટરિનાએ ફિલ્મ ‘દિલ્લી 6’ના ‘સસુરાલ ગેંદા ફૂલ’ સૉન્ગ પર જોરદાર ડાન્સ કર્યો હતો. ટ્રેડિશનલ આઉટફિટમાં સજ્જ કૅટરિનાના ડાન્સનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
આ ફંક્શનમાં કૅટરિના, વિકી કૌશલનો ભાઈ સની, ફિલ્મમેકર કબીર ખાન અને અન્ય ઘણા લોકોએ હાજરી આપી હતી. બધા મહેમાનોની હાજરીમાં કૅટરિનાએ ડાન્સ કરીને બધાનાં દિલ જીતી લીધાં હતાં.

