ડૉક્યુમેન્ટરી ‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’ને બેસ્ટ ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મનો ઑસ્કર અવૉર્ડ મળતાં તેમની ટીમ માટે આ ગોલ્ડન મોમેન્ટ હતી
તામિલનાડુના બોમન અને બેલી
ડૉક્યુમેન્ટરી ‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’ને બેસ્ટ ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મનો ઑસ્કર અવૉર્ડ મળતાં તેમની ટીમ માટે આ ગોલ્ડન મોમેન્ટ હતી. એ ડૉક્યુમેન્ટરીને ગુનીત મોંગાએ પ્રોડ્યુસ અને કાર્તિકી ગોન્ઝાલ્વિસે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની સ્ટોરી તામિલનાડુના બોમન અને બેલી નામના એક એવા કપલની છે જે એક હાથીના બચ્ચાની ખૂબ કાળજી લે છે. તેઓ એ વાતની ખૂબ કાળજી રાખે છે કે હાથીનું બચ્ચું બચી જાય અને એનો ઉછેર તંદુરસ્તીપૂર્વક થાય. ફિલ્મની સ્ટોરી ટ્રાઇબલ લોકોની છે. ઑસ્કરની ગોલ્ડન ટ્રોફી આ લીડ કપલને દેખાડવામાં આવી હતી. તેમનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકીએ કૅપ્શન આપી હતી, ‘છેલ્લા ચાર મહિના પસાર થઈ ગયા છે આપણે જુદા થયા એને અને હવે મને લાગે છે કે હું ઘરે આવી ગઈ છું.’