ક્રીએટિવ મતભેદોને કારણે કાર્તિક આર્યન છોડી કિરિક પાર્ટી રીમેક?
કાર્તિક આર્યન(તસવીરઃ ઈન્સ્ટાગ્રામ)
કૉલેજ કેમ્પસ ડ્રામા કિરિક પાર્ટીનો ભાગ હોવાનું કાર્તિક આર્યને કન્ફર્મ કર્યાને છ મહિના થયા. આ છ મહિનામાં પ્રોજેક્ટ પર થોડું જ કામ થયું છે. ઈન્ડસ્ટ્રીના સૂત્રોના કહેવા પ્રમાણે જેકલિન ફર્નાંડિસ સ્ટારર આ પ્રોજેક્ટ આવતા મહિનાથી ફ્લોર પર જવાનો હતો, પરંતુ મિડ-ડે પાસે માહિતી આવી છે કે હવે કાર્તિક આર્યન રચનાત્મક મતભેદોના કારણે આ પ્રોજેક્ટમાંથી ખસી ગયો છે.
સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે, "અભિષેક જૈન દિગ્દર્શિત આ ફિલ્મ ગયા ઓક્ટોબરમાં શરૂ થવાની હતી. જો કે ફિલ્મ સાથે જોડાયેલા મોટા ભાગના લોકોને લાગ્યું કે ફિલ્મની સ્ક્રિપ્ટ પર ફરી કામ કરવાની જરૂરી છે એટલે તે પાછી મોકલવામાં આવી. કારણ કે મૂળ કન્નડ ફિલ્મમાં જે હ્યૂમર અને ચાર્મ છે તે આ સ્ક્રિપ્ટમાં નથી."
ફિલ્મનો સુધારેલો ડ્રાફ્ટ તૈયાર થયો અને તેને મેકર્સ લીલીધ ઝંડી આપી. જો કાર્તિક પાસે પ્રોજેક્ટને લઈને પોતાના ખયાલો હતો.
"કાર્તિક સુધારેલા સ્ક્રીનપ્લેને લઈને ખુશ નહોતો. તેણે ફિલ્મના પ્રોડ્યૂસર્સ સાથે મુલાકાત કરી અને પોતાની શંકાઓ રજૂ કરી. સાથે તેણે મે મહીનાની તારીખો ઈમ્તિયાઝ અલીની આજકલને આપીને રાખી હતી. જેથી તેની તારીખોની પણ સમસ્યા હતા, જેથી તેણે પ્રોજક્ટમાંથી બહાર નીકળી જવાનું નક્કી કર્યું. ફિલ્મ મેકર્સ હવે નવા લીડ હીરોની શોધમાં છે."
આ પણ વાંચોઃ ઇમ્તિયાઝ અલીની ફિલ્મમાં કાર્તિક અને સારા એકસાથે જોવા મળશે
ADVERTISEMENT
કાર્તિક આર્યનના પ્રવક્તાએ આ મામલે કાંઈ જ બોલવાનો ઈન્કાર કરી દીધો છે.