Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મનું શૂટિંગ વિદેશમાં થશે

વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મનું શૂટિંગ વિદેશમાં થશે

01 April, 2024 06:44 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્પેન જશે કાર્તિક

વિશાલ ભારદ્વાજ

વિશાલ ભારદ્વાજ


કાર્તિક આર્યનની આગામી ફિલ્મ વિશાલ ભારદ્વાજ સાથેની છે. એનું ટાઇટલ કદાચ ‘અર્જુન ઉસ્તરા’ રાખવામાં આવ્યુ છે. ટૂંક સમયમાં ટાઇટલ પણ જાહેર કરવામાં આવશે. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ સ્પેન અને ગ્રીસમાં કરવામાં આવશે. આ વર્ષે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ જશે. સાજિદ નડિયાદવાલા આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મ કોવિડ પહેલાંના સમયને દેખાડશે. ફિલ્મમાં કાર્તિકનો રોલ ઇમોશનથી ભરપૂર રહેશે. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મનું બજેટ ૧૫૦ કરોડ રૂપિયા રાખવામાં આવશે. કાર્તિક પણ ઍક્શન મોડમાં આવવા માટે આતુર છે. કાર્તિકની સામે લીડિંગ ઍક્ટ્રેસની શોધ ચાલી રહી છે. ​હાલમાં જ સાજિદ નડિયાદવાલાએ સ્પેનની સરકાર સાથે મુલાકાત કરીને શૂટિંગ માટે અગત્યની પરમિશન માટે ચર્ચા કરી હતી. ફિલ્મમેકર્સ આ ફિલ્મના માધ્યમથી એ દેશના ટૂરિઝમને પણ પ્રમોટ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2024 06:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK