ગઈ કાલે ફિલ્મ રિલીઝ થઈ એ પછી બપોરે કાર્તિક પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરમાં શીશ નમાવવા પહોંચ્યો હતો. મંદિરનો આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે લખ્યું હતું : થૅન્ક યુ બાપ્પા ફૉર માય બિગેસ્ટ ફ્રાઇડે.
કાર્તિક આર્યન
‘સિંઘમ અગેઇન’ અને ‘ભૂલભુલૈયા ૩’ વચ્ચે આ દિવાળીએ જબરદસ્ત ટક્કર શરૂ થઈ છે અને પહેલા દિવસે કોણે મેદાન માર્યું છે એની ખબર તો આજે સવારે આવનારા વેપારના આંકડા પરથી થશે, પણ ‘ભૂલભુલૈયા ૩’ના હીરો કાર્તિક આર્યને ગઈ કાલના શુક્રવારને પોતાનો બિગેસ્ટ ફ્રાઇડે ગણાવ્યો છે. ગઈ કાલે ફિલ્મ રિલીઝ થઈ એ પછી બપોરે કાર્તિક પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરમાં શીશ નમાવવા પહોંચ્યો હતો. મંદિરનો આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે લખ્યું હતું : થૅન્ક યુ બાપ્પા ફૉર માય બિગેસ્ટ ફ્રાઇડે.