૨૦૨૪માં કાર્તિક આર્યને ધમધોકાર ધંધો કરનારી બે ફિલ્મો આપી એને પગલે તેનું બૅન્ક-બૅલૅન્સ તગડું થઈ ગયું છે, જેને પગલે તે પોતાનું પ્રૉપર્ટી-ઇન્વેસ્ટમેન્ટ વિસ્તારી રહ્યો છે.
કાર્તિક આર્યન
૨૦૨૪માં કાર્તિક આર્યને ધમધોકાર ધંધો કરનારી બે ફિલ્મો આપી એને પગલે તેનું બૅન્ક-બૅલૅન્સ તગડું થઈ ગયું છે, જેને પગલે તે પોતાનું પ્રૉપર્ટી-ઇન્વેસ્ટમેન્ટ વિસ્તારી રહ્યો છે. કાર્તિક ઑલરેડી ઘણી રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રૉપર્ટીઝ ધરાવે છે જેમાં જુહુના બે તથા વર્સોવા અને અંધેરીના એક-એક અપાર્ટમેન્ટનો સમાવેશ છે. હવે તે વધુ બે પ્રૉપર્ટી ખરીદવાની તૈયારીમાં છે. ફિલ્મમેકર આનંદ પંડિત તેને અંધેરીમાં બે પ્રૉપર્ટી ખરીદવામાં મદદ કરી રહ્યા છે, જેમાંથી એક હાઇ-એન્ડ રેસિડેન્શિયલ પ્રૉપર્ટી છે અને બીજી કમર્શિયલ છે.