કાર્તિક આર્યને હાલમાં જ લક્ઝુરિયસ રેન્જ રોવર SV કાર ખરીદી છે
કાર્તિક આર્યન
કાર્તિક આર્યને હાલમાં જ લક્ઝુરિયસ રેન્જ રોવર SV કાર ખરીદી છે. એ કારની કિંમત અંદાજે છ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. એ કારનો ફોટો કાર્તિકે શૅર કર્યો છે. કારની ડિકીમાં કાર્તિક અને તેની પેટ ડૉગી કટોરી પણ દેખાય છે. કાર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, હમારી રેન્જ થોડી સી બઢ ગઈ.

