અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aaryan)અને કિયારા અડવાણી (Kiara Advani)ની ફિલ્મ `સત્યપ્રેમ કી કથા` (Satyaprem ki katha trailer)નું શાનદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ સાથે મોટા પડદા પર હૃદયસ્પર્શી રોમાંસ ફરી જોવા મળશે.
સત્યપ્રેમ કી કથા ફિલ્મનું ટ્રેલર રિલીઝ
અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aaryan)અને કિયારા અડવાણી (Kiara Advani)ની ફિલ્મ `સત્યપ્રેમ કી કથા` (Satyaprem ki katha trailer)નું શાનદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ સાથે મોટા પડદા પર હૃદયસ્પર્શી રોમાંસ ફરી જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ સુંદર છે. હવે જ્યારે ટ્રેલર બધાની વચ્ચે આવી ગયું છે, ત્યારે જોઈને એવું લાગે છે કે આવી પ્યોર લવ સ્ટોરી લાંબા સમય પછી થિયેટરોમાં લોકોને આકર્ષિત કરતી જોવા મળશે.
ફિલ્મના ટીઝર બાદ દર્શકો આતુરતાથી ટ્રેલરની રાહ જોઈ રહ્યાં હતાં. કાર્તિક અને કિયારાની ફિલ્મનું ટ્રેલરતો રિલીઝ થઈ જ ગયું છે, સાથે સાથે ચાહકોની માગ પર ફિલ્મનું ગીત `નસીબ સે` પણ રિલીઝ કરવામાં આવ્યું. આ ગીતને પણ ચાહકો દ્વારા ખુબ જ પસંદ આવ્યું છે. ટ્રેલર અને ગીત જોયા બાદ કિયારા અને કાર્તિકની આખી લવ સ્ટોરી જોવાની ફૅન્સની ઉત્તેજના વધી ગઈ છે. ટ્રેલરની વાત કરીએ તો ફિલ્મની એક ઝલકમાં જોઈ શકાય છે કે `સત્યપ્રેમ કી કથા` એ સુંદર લવ સ્ટોરીનું ફિલ્માંકન છે. લાગણીસભર દ્રશ્યોથી ભરપૂર આ ફિલ્મ લગ્ન પછીના પ્રેમના રસપ્રદ ખ્યાલ સાથે ચોક્કસ નવા બેન્ચમાર્ક સેટ કરશે. ટ્રેલરમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની કેમેસ્ટ્રી માણવા જેવી લાગે છે.
ADVERTISEMENT
ફિલ્મ `સત્યપ્રેમ કી કથા`થી કાર્તિક ફરી એકવાર તેના ચાહકોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ મેકર્સે ટ્રેલર પહેલા ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું. પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનું પોસ્ટર શેર કરતા કાર્તિકે લખ્યું હતું, `આજ કે બાદ તુ મેરી રહેના. સત્યપ્રેમ કી કથાનું ટ્રેલર સવારે 11.11 વાગ્યે રિલીઝ થશે.
આ પણ વાંચો: Gufi Paintal Dies:મહાભારતના `શકુની મામા`નું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
આ પોસ્ટ જોઈને કાર્તિકના ફેન્સ ટ્રેલરને લઈને ખૂબ જ ઉત્સાહિત હતાં. ત્યારે હવે ફિલ્મનું ટ્રેલર દર્શકોની સામે આવી ગયું છે. આ ટ્રેલરમાં અભિનેતા એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. ટ્રેલરમાં કાર્તિકના અભિનયના ચાહકો પણ વખાણ કરી રહ્યા છે.
આ ફિલ્મ દ્વારા કાર્તિક અને કિયારા ફરી એકવાર સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ પહેલા બંનેએ `ભૂલ ભુલૈયા 2`માં સાથે કામ કર્યું હતું. ચાહકો ત્યારથી તેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રીને પસંદ કરે છે. ટ્રેલરમાં બંને એકબીજાના પ્રેમમાં ખોવાયેલા જોવા મળે છે. ટ્રેલરમાં જોવા મળે છે કે કાર્તિક લગ્ન કરવા આતુર છે અને છોકરીઓની શોધમાં છે.
`સત્યપ્રેમ કી કથા` એનજીઇ અને નમઃ પિક્ચર્સ દ્વારા રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મ `સત્યપ્રેમ કી કથા` 29મી જૂન 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે.

