આ ફિલ્મમાં તે ડેન્ટિસ્ટ ફ્રેડી ગીનવાલાના રોલમાં દેખાવાનો છે
કાર્તિક આર્યન
કાર્તિક આર્યને જણાવ્યું કે ‘ફ્રેડી’ને કારણે મારી રાતો વ્યાકૂળ પસાર થતી હતી. આ ફિલ્મમાં તે ડેન્ટિસ્ટ ફ્રેડી ગીનવાલાના રોલમાં દેખાવાનો છે. તે ખૂબ જ શરમાળ, એકલો રહેતો અને સોશ્યલી અગળો રહે છે. ફિલ્મમાં તેની સાથે અલાયા ફર્નિચરવાલા પણ જોવા મળશે. બીજી ડિસેમ્બરે આ ફિલ્મ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે. ફિલ્મને શશાંક ઘોષે ડિરેક્ટ કરી છે. પોતાના કૅરૅક્ટરની તૈયારીને કારણે કેવું અનુભવતો હતો એ વિશે કાર્તિક આર્યને કહ્યું કે ‘આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન હું પૂરી રીતે ફ્રેડીમાં ઓતપ્રોત થઈ ગયો હતો. મારા માટે એ જરૂરી હતું કે હું એને દિમાગમાં રાખું અને સેટ પર જઈને પર્ફોર્મ કરું. ‘ફ્રેડી’ને કારણે મારી રાતો ડિસ્ટર્બ રહેતી હતી, પરંતુ એના પર ફોકસ કરવું અગત્યનું હતું. સાથે જ ‘ફ્રેડી’ના શૂટિંગ દરમ્યાન મારી રેગ્યુલર ઍક્ટિવિટીઝને ઘટાડવાનો પણ હું પ્રયાસ કરતો હતો, જેથી હું ફિલ્મ અને મારા પાત્ર પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા બાદ હું મારી ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે કનેક્ટ થયો હતો, જેમણે મને નમ્ર બનાવી રાખ્યો હતો. એને કારણે જ હું વાસ્તવિક લાઇફમાં પાછો ફર્યો અને ફરીથી નૉર્મલ બની શક્યો હતો.’