કરણીસેનાએ ‘પૃથ્વીરાજ’ના પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટરને ફિલ્મના ટાઇટલમાં ‘સમ્રાટ’ શબ્દનો ઉમેરો કરવાની માગણી કરી છે.
‘પૃથ્વીરાજ’માં સમ્રાટ શબ્દનો ઉમેરો કરવાની માગણી મેકર્સને કરી કરણીસેનાએ
કરણીસેનાએ ‘પૃથ્વીરાજ’ના પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટરને ફિલ્મના ટાઇટલમાં ‘સમ્રાટ’ શબ્દનો ઉમેરો કરવાની માગણી કરી છે. અક્ષયકુમાર અને માનુષી છિલ્લરની આ ફિલ્મ ૩ જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણના જીવનને દર્શાવે છે. તેમણે જે રીતે દેશની રક્ષા માટે લડાઈ લડી એ ખરેખર દરેકને જોવાલાયક છે. આ ફિલ્મને ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ડિરેક્ટ કરી છે અને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. કરણી સેનાના સુરજિત સિંહ રાઠોડે કહ્યું કે ‘અમે યશરાજ ફિલ્મ્સના સીઈઓ અક્ષય વિધાની સાથે મુલાકાત કરી હતી અને તેમણે અમને ફિલ્મનું ટાઇટલ બદલવાનું વચન આપ્યું છે. તેમણે અમારી માગણીને માન આપ્યું છે. જો તેઓ ફિલ્મનું ટાઇટલ નહીં બદલે અથવા તો ફિલ્મનું સ્ક્રીનિંગ નહીં રાખે તો રાજસ્થાનમાં ‘પૃથ્વીરાજ’ને રિલીઝ નહીં થવા દેવામાં આવે. આ જ બાબત વિશે અમે રાજસ્થાનના એક્ઝિબિટર્સને પણ અવગત કર્યા છે. જો ફિલ્મનું ટાઇટલ ‘સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ’ નહીં રાખવામાં આવે તો અમે રાજસ્થાનમાં એનો શો નહીં થવા દઈએ.’

