કરિશ્મા કપૂર છેલ્લે ઑલ્ટ બાલાજીની વેબ સીરિઝ મેન્ટલહુડમાં જોવા મળી હતી. કરિશ્માના નવા પ્રૉજેક્ટનું નામ બ્રાઉન છે. કરિશ્માએ આ વાતની માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી છે.
કરિશ્મા કપૂર (ફાઈલ તસવીર)
બૉલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર પોતાના આગામી પ્રૉજેક્ટ બ્રાઉન દ્વારા સિલ્વર સ્ક્રીન પર કમબૅક કરવા જઈ રહી છે. કરિશ્મા કપૂર છેલ્લે ઑલ્ટ બાલાજીની વેબ સીરિઝ મેન્ટલહુડમાં જોવા મળી હતી. કરિશ્માના નવા પ્રૉજેક્ટનું નામ બ્રાઉન છે. કરિશ્માએ આ વાતની માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી છે.
કરિશ્માએ પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની લેટેસ્ટ તસવીર શૅર કરી છે. તસવીરમાં એક ક્લેપ બૉર્ડ દેખાય છે, તો ક્લેપ બૉર્ડની પાછળ કરિશ્મા કપૂરની આંખો દેખાઈ રહી છે. બૉર્ડ પર પ્રૉજેક્ટનું નામ બ્રાઉન લખેલું છે. આ તસવીર શૅર કરતા કરિશ્મા કપૂરે સ્પેશિયલ કૅપ્શન પણ આપ્યું છે.
ADVERTISEMENT
તેણે કૅપ્શનમાં લખ્યું છે કે નવી શરૂઆત. બ્રાઉનનું નિર્દેશન અભિનય દેવ કરી રહ્યા છે. બ્રાઉન એક થ્રિલર ક્રાઈમ ડ્રામા હશે. આમાં કરિશ્મા કપૂર સાથે અભિનેતા સૂર્ય શર્મા મુખ્ય ભૂમિકામં હશે.
View this post on Instagram
અભિનેત્રીના ચાહકો તેની તસવીર ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સાથે જ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો કરિશ્મા કપૂરની બહેન કરીના કપૂર ખાને પણ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની સ્ટોરી પર બહેનના નવા પ્રૉજેક્ટની તસવીર શૅર કરી છે. જણાવવાનું કે બ્રાઉનનું નિર્દેશન ફિલ્મ ડેલી બેલી, ફૉર્સ 2 અને બ્લેકમેલ જેવી ફિલ્મોનું નિર્દેશન કરી ચૂકેલા અભિનય દેવ કરી રહ્યા છે.
બ્રાઉન એક થ્રિલર ક્રાઈમ ડ્રામા હશે. આમાં કરિશ્મા કપૂર સાથે અભિનેતા સૂર્ય શર્મા મુખ્ય ભૂમિકામાં હશે. સૂર્ય શર્મા વેબ સીરિઝ અનદેખી દ્વારા વધારે પૉપ્યુલારિટી મેળવી ચૂક્યા છે. આ વેબ સીરિઝમાં તેણે રિંકૂ પાજીનું પાત્ર ભજવ્યું હતું, જેને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. કરિશ્મા કપૂર અને સૂર્ય શર્માના ચાહકો તેમને એક સાથે એક્ટિંગ કરતા જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.