કરીના કપૂર ની ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ થઈ છે
કરીના કપૂર ખાન અને શૉર કરેલી તસવીર
કરીના કપૂર ખાન હવે પ્રોડ્યુસર બનવાની છે એવી ચર્ચા ચાલી રહી છે. એક વર્ષ અગાઉ તેણે એકતા કપૂર અને હંસલ મહેતા સાથેનો ફોટો શૅર કરીને કથિત રૂપે માહિતી આપી હતી કે તે હવે પ્રોડ્યુસર બનવાની છે. જોકે હજી સુધી સત્તાવાર જાહેરાત તેણે નથી કરી. તેની ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ થઈ છે. કરીનાએ ફિલ્મની સ્ક્રિપ્ટનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો છે. એના પર ફિલ્મનું ટાઇટલ લખેલું છે, જેના પર કરીનાએ પેન રાખીને ઢાંકી રાખ્યું છે. ડિરેક્ટર તરીકે હંસલ મહેતાનું નામ પણ દેખાય છે. આ સિવાય વધુ માહિતી તેણે નથી આપી. એટલું કહી શકીએ કે ઉત્તમ ઍક્ટ્રેસની સાથે કરીના પ્રોડ્યુસર તરીકે પણ શ્રેષ્ઠ સાબિત થશે.