કરીના તેની પર્સનલ લાઇફને સોશ્યલ મીડિયામાં શૅર કરે છે.
કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાને જણાવ્યું છે કે તે આંખોથી જાસૂસી કરે છે. કરીના તેની પર્સનલ લાઇફને સોશ્યલ મીડિયામાં શૅર કરે છે. એક્સરસાઇઝ અને યોગ કરતો વિડિયો તે શૅર કરે છે. તો ક્યારેક દીકરાઓ તૈમુર અને જેહ સાથેના ફોટો પણ શૅર કરે છે. ક્યારેક ફની ફોટો પણ તે શૅર કરે છે. હવે એક ફોટો તેણે શૅર કર્યો છે, જેમાં તે આંખને ત્રાંસી કરીને જોઈ રહી છે. એની કૅપ્શન વાંચીને લાગશે કે એમાં પણ તે માહેર છે. એ ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી, હું મારી મોટી આંખોથી જાસૂસી કરું છું.