ઇટ્સ અ ફૅમિલી ટાઇમ
તૈમુર અલી ખાન અને ઇનાયા નાઓમી ખેમુ
કરીના કપૂર ખાને દીકરા તૈમુર અને સોહા અલી ખાનની દીકરી ઇનાયા નાઓમી ખેમુનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં એ બન્નેની પાછળ સૈફ અલી ખાન અને કુણાલ ખેમુ પણ છે. બાળકો જમી રહ્યાં છે અને ખુશખુશાલ દેખાઈ રહ્યાં છે. કરીનાએ બાળકો સાથે તેમના પપ્પાની પણ પ્રશંસા કરી છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી, ‘શું તમને નથી લાગતું કે તૈમુર અને ઇનાયા અમેઝિંગ છે? તા.ક. - વેલ, પાછળ જે પુરુષો બેઠા છે તેઓ પણ કાંઈ ઓછા નથી.’

