સૈફ અને કરીના બન્ને ફિલ્મોમાં ઍક્ટિવ છે અને એથી બે દીકરાઓનો ઉછેર કરવાનું તેને મુશ્કેલીભર્યું લાગે છે
સૈફ અલી ખાન અને કરીના કપૂર
કરીના કપૂર ખાનનું કહેવું છે કે તેનાં બાળકો તૈમુર અને જેહ પર સૌથી વધુ ગુસ્સો તેનો પતિ સૈફ અલી ખાન કરે છે. સૈફ અને કરીના બન્ને ફિલ્મોમાં ઍક્ટિવ છે અને એથી બે દીકરાઓનો ઉછેર કરવાનું તેને મુશ્કેલીભર્યું લાગે છે. તેની ‘ક્રૂ’ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. બાળકો વિશે વાત કરતાં કરીના કહે છે, ‘તૈમુર અને જેહ ખૂબ ઝઘડે છે. હમણાં તો હું તેમને ઝઘડો નહીં એમ જ કહું છું અને તેમને છૂટા પાડું છું. હું હમણાં જ એક ઇન્ટરવ્યુ માટે તૈયાર થઈ રહી હતી ત્યારે તેઓ ઝઘડવા માંડ્યા હતા. સૈફ તેમના પર ખૂબ ગુસ્સો કરે છે. તે એકદમ ઊંચા અવાજે તેમને ખીજવાઈને અટકાવી રહ્યો હતો. હમણાં તો અમે તેમને ફક્ત એકમેકથી દૂર જ કરી રહ્યાં છીએ. તેઓ બન્ને તેમની પર્સનાલિટીને શોધી રહ્યા છે. તૈમુર મોટો ભાઈ હોવાથી તે હક જમાવે છે અને તેને દબાવવાની કોશિશ કરે છે. જોકે જેહ નાનો છે, પરંતુ તે પણ તું મારી સાથે આવું નહીં કરી શકે એમ કહીને ફાઇટ કરવા માંડે છે. સૈફ અને હું એમ જ વિચારીએ છીએ કે આ શું થઈ રહ્યું છે. બે દીકરાઓનો ઉછેર કરવો ખૂબ મુશ્કેલ છે. તેઓ અમને પાગલ કરી નાખે છે.’

