કરીના કપૂર ખાન તેની બહેન કરિશ્મા કપૂર, બેસ્ટ ફ્રેન્ડ મલાઇકા અરોરા અને અમ્રિતા અરોરા લદખ સાથે પાર્ટી કરતી જોવા મળે છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
કરીના કપૂર ખાન તેની બહેન કરિશ્મા કપૂર, બેસ્ટ ફ્રેન્ડ મલાઇકા અરોરા અને અમ્રિતા અરોરા લદખ સાથે પાર્ટી કરતી જોવા મળે છે. શુક્રવારે રાતે પણ તેમણે કરીનાના અપાર્ટમેન્ટમાં પાર્ટી કરી હતી. એમાં કરીના અને મલાઇકાએ એકસરખા વાઇટ પાયજામા અને શર્ટ પહેર્યાં હતાં. એના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી, ‘અનંત કાળ સુધી અને હંમેશાં સાથે રહીશું. ટ્વિનિંગ ફૉરેવર. સોલ સિસ્ટર્સ.’