તેની બેસ્ટ ફ્રેન્ડ અનિલ કપૂરની પ્રોડ્યુસર દીકરી રિયા કપૂર છે.
કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાનને ચાપલૂસી કરનારા લોકો જરાય નથી ગમતા. તેને એવા લોકો ગમે છે જેઓ મોઢા પર સ્પષ્ટ કહી દે. સાથે જ તેની બેસ્ટ ફ્રેન્ડ અનિલ કપૂરની પ્રોડ્યુસર દીકરી રિયા કપૂર છે. કરીનાનું કહેવું છે કે તે પોતાના વિચારો સ્પષ્ટ માંડે છે. એ વિશે કરીના કહે છે, ‘રિયા મારી ક્લોઝ ફ્રેન્ડમાંની એક છે. તે મારી લાઇફમાં છે એથી હું પોતાને નસીબદાર ગણું છું. જો તેને એમ લાગે કે હું ક્યાંક ખોટી છું તો તે પ્રામાણિકપણે મને જણાવી દે છે. આવા પ્રકારનાં રિલેશન અમારી વચ્ચે છે. તે મારા કરતાં ઉંમરમાં નાની છે, પરંતુ ઘણી સમજદાર છે. આવા લોકો મને જોઈએ. મને જીહજૂરી કરતા લોકો નથી પસંદ. મને એવા લોકો ગમે છે જેઓ હું જ્યારે સારું કામ કરું ત્યારે પ્રશંસા કરે અને જો મારું કામ સારું ન લાગે તો મોઢા પર કહી દે.’