તૈમુરના નામકરણના વિવાદ બાદ બીજા બાળકનું નામ કરીનાએ હજી વિચાર્યુ જ નથી
તસવીર સૌજન્યઃ યોગેન શાહ
અભિનેત્રી કરિના કપૂર ખાન અને અભિનેતા સેફ અલી ખાન ટૂંક સમયમાં ફરી પેરેન્ટ્સ બનશે. આ સુંદર કપલને હાલ એક દિકરો (તૈમુર) છે જે 20 ડિસેમ્બર, 2020ના રોજ ચાર વર્ષનો થશે. સોશ્યલ મીડિયામાં તૈમુર ફૅમસ છે. તેના ક્યુટ ફોટોઝ ફૅન્સને ખૂબ જ ગમે છે.
વોટ વુમન વોન્ટના શોમાં નેહા ધુપિયા સાથે વાત કરતા કરિનાએ તેના બીજા બાળકના નામ વિશે કહ્યું કે, સાચુ કહુ તો તૈમુરના નામકરણ વખતે જે વિવાદ થયો હતો તે જોતા હજી સુધી તો મે બીજા બાળકનું નામ વિચાર્યું જ નથી. અમે છેલ્લી મીનિટે નામ વિચારશુ અને સરપ્રાઈઝ આપીશું.
ADVERTISEMENT
જ્યારે નેહાએ કહ્યું કે નામ માટે મતદાન થવુ જોઈએ તો કરિનાએ કહ્યું કે, હે ભગવાન! મારે આ માર્ગે જવુ નથી. આ બધી વસ્તુને હુ છેલ્લી ઘડીએ બરાબર ટેકલ કરીશ.
તાજેતરમાં જ કરિનાએ બૉલીવુડમાં બે દશક પૂરા કર્યા છે. જેપી દત્તાની રેફ્યુજી ફિલ્મથી તેણે ડેબ્યુ કર્યુ હતું. મુજે કુચ કહેના હે, કભી ખુશી કભી ગમ, હલચલ, ઓમકારા, જબ વી મેટ, ગોલમાલ રિટર્ન્સ, 3 ઈન્ડિયટ્સ, ગોલમાલ 3, રા.વન, હિરોઈન, સિંઘમ રિટર્નસ અને બજરંગી ભાઈજાનમાં કરિનાનો રોલ લોકોને ખૂબ જ ગમ્યો છે.

