શાહરુખ અને કરણની ફ્રેન્ડશિપ પણ ફેમસ છે. એથી હવે શાહરુખની લાડલીને લઈને કરણની ફિલ્મ શું મૅજિક કરે છે એ જોવું રહ્યું.
સુહાના ખાન
શાહરુખ ખાનની દીકરી સુહાનાને લઈને રોમૅન્ટિક ફિલ્મને કરણ જોહર ડિરેક્ટ કરે એવી શક્યતા છે. સુહાના ‘ધ આર્ચીઝ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. તેની પહેલી ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ તેને બીજી ફિલ્મની પણ ઑફર આવી ગઈ છે. કરણ જોહરે ડિરેક્ટ કરેલી ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. ફિલ્મની સફળતાને હાલમાં તે માણી રહ્યો છે. સાથે જ આગામી ફિલ્મની પણ તૈયારી કરી રહ્યો છે. એ ફિલ્મ કોઈ ફ્રૅન્ચાઇઝીની નહીં હોય, પરંતુ બ્રૅન્ડ ન્યુ સ્ટોરી હશે. એમાં રોમૅન્ટિક અંદાજમાં સુહાના દેખાશે. હાલમાં આ ફિલ્મ શરૂઆતના તબક્કામાં છે. જોકે એવું જાણવા મળ્યું છે કે આ વર્ષના અંતે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શકે છે. શાહરુખ અને કરણની ફ્રેન્ડશિપ પણ ફેમસ છે. એથી હવે શાહરુખની લાડલીને લઈને કરણની ફિલ્મ શું મૅજિક કરે છે એ જોવું રહ્યું.