કરણ જોહરે માતા સાથે કર્યું પોતાના વેક્સ સ્ટેચ્યુનું અનાવરણ
કરણ જોહર પોતાના વેક્સ સ્ટેચ્યુ સાથે
ફિલ્મ પ્રૉડ્યુસર ડિરેક્ટર કરણ જોહરનું તાજેતરમાં જ સિંગાપુરના મ્યુઝિયમમાં મીણબત્તીના પૂતળાનું અનાવરણ કરવામાં આવ્યું. આ અવસરે તેની સાથે માતા હીરૂ જોહર પણ હાજર હતાં. મહત્વની વાત એ છે કે કરણ જોહર મીણબત્તીનું બનેલું પોતાનું પુતળૂ જોઇને ચોંકી ગયો. તેનું સ્ટેચ્યુ તેના જ અંદાજમાં સ્ટાઇલિશ છે અને તે સેલ્ફી લેતો દેખાય છે. નોંધનીય છે કે હવે બોલીવુડના કેટલાક કલાકારોના વેક્સ સ્ટેચ્યુ મેડમ તુસાદ સ્યુઝિયમમાં બની ચૂક્યા છે. કરણ જોહરે તેને લઇને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. તેણે લખ્યું છે કે, સિંગાપુર મેડમ તુસાદ મ્યુઝિયમમાં મારી માતા અને પરિવાર સાથે ખૂબ મજા આવી. મારા મિત્રો પાસેથી મને સરપ્રાઇઝ પણ મળી જે પોતાનું નામ લેતાં શરમાય છે.
ADVERTISEMENT
જણાવીએ કે, કરણનો વેક્સ સ્ટેચ્યુ સેલ્ફી લેતા પોઝમાં બનાવાયો છે. સ્ટેચ્યુમાં કરણ બ્લેક વેલવેટના કોટમાં દેખાય છે. આ સ્ટેચ્યુનું અનાવરણ કરતી વખતે કરણ જોહરે વ્હાઇટ કોટ પહેર્યું હતું.
આ પણ વાંચો : 'ઘર સે નીકલતે હી' ગીતવાળી એક્ટ્રેસ Google ઈન્ડિયામાં બની હેડ
ફિલ્મોની વાત કરીએ તો કરણ જોહરના હોમ પ્રૉડક્શનમાં બનેલી ફિલ્મ કલંક ખૂબ જ ચર્ચામાં છે. બુધવારે જ આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું છે. આ અવસરે પત્રકારો સાથે વાત કરતી વખતે વરુણ ધવને એક પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું હતું કે ફિલ્મ કલંકને પહેલા કરણ જોહરના પિતા યશ જોહર ડિરેક્ટ કરવાના હતા, જેમાં તે શાહરુખ ખાનને લેવાના હતા પણ તે દરમિયાન તેમની મૃત્યુ થઈ ગઈ. જેના પછી કરણ જોહરે તે ફિલ્મ બંધ કરી દીધી હતી. તાજેતરમાં જ વરુણ ધવનની મુલાકાત શાહરુખ ખાન સાથે થતાં તેણે ફિલ્મ માટે શુભેચ્છાઓ આપી હતી અને એ પણ કહ્યું કે આવું કામ કરતાં રહેશો તો પ્રેક્ષકોના મનમાં સ્થાન પણ મેળવી શકશો. ફિલ્મ કલંકમાં વરુણ ધવન સિવાય આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા, આદિત્ય રૉય કપૂર, સંજય દત્ત અને માધૂરી દીક્ષિતની મુખ્ય ભૂમિકા છે.

