એસ. એસ. રાજામૌલી અને કરણ જોહરની ફિલ્મનું ટાઇટલ રાખ્યુ છે મુંબઈકર
‘મુંબઈકર’નું પોસ્ટર
કરણ જોહરે એસ. એસ. રાજામૌલી સાથેની ફિલ્મનું ટાઇટલ ‘મુંબઈકર’ જાહેર કર્યું છે. આ ફિલ્મને સંતોષ સિવન ડિરેક્ટ કરશે. ફિલ્મમાં વિક્રાન્ત મેસી, વિજય સેતુપતિ, સંજય મિશ્રા, રણવીર શૌરી, સચિન ખેડેકર અને તાન્યા મનિકતાલા લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું પોસ્ટર ટ્વિટર પર શૅર કરીને કરણ જોહરે ટ્વીટ કર્યું હતું કે ‘તમને પ્રૉમિસ આપું છું કે સંતોષ સિવનની આ ફિલ્મમાં તમને અદ્ભુત સિનેમૅટિકનો અનુભવ મળવાનો છે. કલાકારોની આ ટૅલન્ટેડ ટીમને શુભેચ્છા આપું છું.’

