કરણ ઘણીવાર સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર હોય છે. આવી સ્થિતિમાં જ્યારે તેમનો આ વીડિયો સામે આવ્યો તો કેટલાક લોકોએ તેને ફરી એક વાર ફટકાર લગાવી
ફાઇલ તસવીર
બોલિવૂડ સેલેબ્સ (Bollywood Celebs)ના એરપોર્ટ લૂક્સ વાયરલ થતા રહે છે. એરપોર્ટ પર, પાપારાઝી સેલેબ્સને તેમના કેમેરામાં કેદ કરે છે અને પછી તેમની તસવીરો સામે આવે છે. પણ આ વખતે વાત જુદી છે. આ વખતે કરણ જોહર (Karan Johar)નો કોઈ લુક નહીં, પરંતુ તે પોતે વાયરલ થયા છે. કરણ જોહર મંગળવારે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પહોંચ્યો, પરંતુ તેમની સાથે કંઈક એવું થયું કે તે ટ્રોલ થવા લાગ્યા. કરણ ઘણીવાર સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર હોય છે. આવી સ્થિતિમાં જ્યારે તેમનો આ વીડિયો સામે આવ્યો તો કેટલાક લોકોએ તેને ફરી એક વાર ફટકાર લગાવી. વાસ્તવમાં કરણ એરપોર્ટ પર, તે ચેકિંગ કરાવ્યા વગર જ અંદર જતાં રહ્યા હતા.
પોલીસે કરણને અટકાવ્યો
ADVERTISEMENT
વીડિયોમાં કરણ અંદર જતાં જોવા મળે છે, જ્યારે પોલીસે તેમને રોક્યા અને ટિકિટ બતાવવાનું કહ્યું. કરણ બેગમાંથી કેટલાક કાગળો કાઢે છે અને પોલીસ ઑફિસરને બતાવે છે. તે પછી તે ફરીથી અંદર જવા માટે આગળ વધે છે. આ પ્રસંગે કરણે બ્લેક ટી-શર્ટ ઉપર સફેદ જેકેટ પહેર્યું હતું અને બ્લેક લૂઝ પેન્ટ પહેર્યું હતું. તેણે કાળા સનગ્લાસ પણ પહેર્યા હતા.
યુઝર્સે ટ્રોલ કરવાનું શરૂ કર્યું
એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરી, “આ લોકોને લાગે છે કે તેમને દસ્તાવેજો બતાવવાની જરૂર નહીં પડે. નિયમો, નિયમો છે. બધા માટે સરખા છે.” એક યુઝરે લખ્યું કે, “તે એરપોર્ટ પોતાના કેટવોકમાં એટલો વ્યસ્ત છે કે તે સિક્યોરિટીવાળાને પેપર્સ બતાવવાનું ભૂલી ગયો.” અન્ય એક યુઝરે કહ્યું કે, “વાહ પોલીસ કાકા વાહ.”
આ પણ વાંચો: #NOSTALGIA : તબુની આ તસવીરો જોઈને દિલ ગાશે ‘અભી અભી પ્યારા સા ચહેરા દિખા હૈ’
ઉલ્લેખનીય છે કે કરણ જોહરની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. તેમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી છે. આ ફિલ્મ 28 જુલાઈ 2023ના રોજ રિલીઝ થશે.