ફારાહ ખાન કુન્દર પાસે દિવાળીમાં પહેરવા માટે કપડાં ન હોવાથી કરણ જોહરે આખો વૉર્ડરોબ મોકલી આપ્યો છે. કરણે તેના ઘરે ઢગલાબંધ કપડાં મોકલ્યાં છે
ફારાહ માટે દિવાળીમાં કપડાં પહેરવા માટે આખો વૉર્ડરોબ મોકલ્યો કરણે
ફારાહ ખાન કુન્દર પાસે દિવાળીમાં પહેરવા માટે કપડાં ન હોવાથી કરણ જોહરે આખો વૉર્ડરોબ મોકલી આપ્યો છે. કરણે તેના ઘરે ઢગલાબંધ કપડાં મોકલ્યાં છે. એનો વિડિયો ફારાહે શૅર કર્યો હતો. એ વિડિયોમાં ફારાહ કહી રહી છે કે ‘મેં કરણ જોહરને કહ્યું કે મારી પાસે દિવાળીમાં પહેરવા માટે કોઈ સારાં કપડાં નથી. તો જુઓ તેણે શું કર્યું. તેણે સ્ટાઇલિસ્ટ એકા લાખાણીને મારા ઘરે મોકલી. જુઓ તો ખરા આ કપડાં. આટલા ડ્રેસ સાથે તો હું આખી ફિલ્મનું શૂટિંગ કરી શકું છું.’ આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ફારાહે કૅપ્શન આપી હતી, ‘દોસ્ત હો તો ઐસા. કરણ જોહર મારી આદત ખરાબ કરી રહ્યો છે. મારા માટે તકલીફ લેનાર એકા લાખાણી તારો આભાર. તાક : કરણ હવે તું મારાં કપડાંની મજાક કેવી રીતે ઉડાડી શકશે?’