પ્રોડક્શન હાઉસ દ્વારા સ્ક્રિપ્ટ પાસ થયા બાદ જ બનાવવામાં આવે છે ફિલ્મ
કરણ જોહર
કરણ જોહરે કોઈ પણ પ્રકારના કાયદાકીય વિવાદથી બચવા માટે એક લીગલ ટીમ બનાવી છે. આ ટીમ ફિલ્મની સ્ક્રિપ્ટ પર ઝીણવટપૂર્વક સ્ટડી કરે છે, જેથી કોઈ વિવાદ ન થાય. બાદમાં જ એ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવે છે. એ વિશે કરણ કહે છે, ‘એક પ્રકારનો ડર રહે છે કે કાયદાની આંટીઘૂંટીમાં ફસાવું પડશે. અમે નથી ચાહતા કે કોઈ કોર્ટ કેસ આવે, અમારી વિરુદ્ધ કોઈ FIR કરવામાં આવે. એથી અમે અમારો બચાવ કરી રાખ્યો છે. ધર્મા પ્રોડક્શન્સ કે પછી ડિજિટલ પ્લૅટફૉર્મ ધર્માટિક એન્ટરટેઇનમેન્ટ હોય એમાં બનતી દરેક સ્ક્રિપ્ટને લીગલ સેન્સરશિપમાંથી પસાર થવું પડે છે. ત્યાર બાદ જ અમે આગળ વધીએ છીએ અને ફિલ્મ બનાવીએ છીએ. એવું નથી કે અમને ડર લાગે છે. કોર્ટ કેસ લડવાનું સ્ટ્રેસ અને પ્રેશર અમારે નથી જોઈતું. આવી બાબતોમાં અમે અમારી એનર્જી બરબાદ નથી કરવા માગતા.’