સરોગસીથી જન્મેલાં કરણનાં બાળકો આવો સવાલ કરે છે
કરણ જોહર
ફિલ્મમેકર કરણ જોહર તેનાં બન્ને બાળકો યશ અને રૂહીનો સિંગલ પેરન્ટ છે. ૨૦૧૭માં સરોગસીથી તેમનો જન્મ થયો હતો. હવે તેનાં બાળકો તેને સવાલ કરે છે કે તેમની મમ્મી કોણ છે. એથી કરણની ચિંતા વધી ગઈ છે. એ વિશે કરણ કહે છે, ‘અમારો પરિવાર મૉડર્ન છે. આ એક અસાધારણ સ્થિતિ છે. હું એવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું કે જ્યાં બાળકો મને પૂછે છે કે ‘અમારી મમ્મી કોણ છે? મમ્મા ખરેખર મમ્મા નથી, તે તો અમારી દાદી છે.’ હું હવે સ્કૂલમાં કાઉન્સેલર પાસે જઈને પૂછીશ કે આ સ્થિતિને કેવી રીતે હૅન્ડલ કરવી. સિંગલ પેરન્ટ માટે આ સરળ નથી.’