હું અન્ય છોકરાઓ જેવો નહોતો એવો એકરાર કરતાં કરણ જોહર કહે છે...
કરણ જોહર
કરણ જોહરે તેની લાઇફસ્ટાઇલની સાથે પર્સનલ બાબતો પર પ્રકાશ પાડ્યો છે. તે ડૉ. જય મદાનના શો ‘જાનેમન’માં પહોંચ્યો હતો. કરણ જોહર સજાતીય સંબંધો ધરાવે છે એવી ચર્ચા હંમેશાં ચાલતી રહે છે અને કરણે એનો ક્યારેય ઇનકાર પણ નથી કર્યો. શોમાં તેણે સ્વીકાર કર્યો કે તે અન્ય પુરુષો કરતાં અલગ છે. ડૉ. જય મદાન ઍસ્ટ્રોલૉજર અને મોટિવેશનલ સ્પીકર છે. તેની યુટ્યુબ ચૅનલ પર આ શોનું આજે પ્રીમિયર થવાનું છે. એ શોમાં કરણ કહે છે, ‘હું અન્ય છોકરાઓ જેવો નહોતો; તેમનો ઇન્ટરેસ્ટ, તેમની સ્ટાઇલ, તેમની સ્પોર્ટ્સ એ બધામાં મને રસ નહોતો. મને વર્ષો લાગ્યાં એ સમજવામાં કે હું સૌથી અલગ છું. હું જે છું એનો હું સ્વીકાર કરું છું અને એ જ મારી તાકાત છે. હું જે પ્રકારે મારી લાઇફ જીવું છું અને કામ કરું છું એને લઈને મને કોઈ પસ્તાવો નથી થતો. હું જે કાંઈ કરું છું એ મારા માટે કરું છું. હું વાસ્તવિકતા સાથે જીવવા માગું છું.’