Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘કભી અલવિદા ના કહના’ના શૂટિંગ વખતે કરણ જોહર અને આદિત્ય ચોપડા વચ્ચે શું કામ થયો હતો ઝઘડો?

‘કભી અલવિદા ના કહના’ના શૂટિંગ વખતે કરણ જોહર અને આદિત્ય ચોપડા વચ્ચે શું કામ થયો હતો ઝઘડો?

Published : 06 March, 2023 04:42 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં શાહરુખ ખાન, રાની મુખરજી, પ્રીતિ ઝિન્ટા અને અભિષેક બચ્ચન લીડ રોલમાં હતાં

કરણ જોહર અને આદિત્ય ચોપડા

કરણ જોહર અને આદિત્ય ચોપડા


કરણ જોહર અને આદિત્ય ચોપડા વચ્ચે ‘કભી અલવિદા ના કહના’ના શૂટિંગ વખતે ઝઘડો થયો હતો. આ ફિલ્મમાં શાહરુખ ખાન, રાની મુખરજી, પ્રીતિ ઝિન્ટા અને અભિષેક બચ્ચન લીડ રોલમાં હતાં. લગ્નજીવન દરમ્યાન કપલ વચ્ચેના મતભેદને એમાં દેખાડવામાં આવ્યા હતા. જોકે એમાં શાહરુખ અને રાની વચ્ચે ઇન્ટિમેટ સીક્વન્સ શૂટ કરવાને લઈને કરણ અને આદિત્ય વચ્ચે ઝઘડો થયો. એ વિશે કરણ જોહરે કહ્યું કે ‘એ સીક્વન્સ પાછળ એક સ્ટોરી છે. હું એવા મોટા લોકેશન પર હતો કે જ્યાં બહાર સ્નોફૉલ થઈ રહ્યો હતો. આદિત્યએ મને કૉલ કરીને કહ્યું કે ‘હું છેલ્લા થોડા દિવસોથી વિચારી રહ્યો છું અને એ વાત મારા દિમાગમાં ફરી રહી છે. મને નથી લાગતું કે તેમણે સેક્સ કરવું જોઈએ. મને એવું લાગે છે કે ભારતમાં આ વાત સ્વીકારવામાં આવશે નહીં. તેમણે એક એવા મુકામે આવવું જોઈએ જ્યાં તેઓ એકબીજાને છોડી દે અને મનમાં પસતાવો થવો જોઈએ.’ મેં તેમને કહ્યું કે ‘ના, હું આ સીન શૂટ કરીશ. એવું કેવી રીતે શક્ય કે છે કે તમે રિલેશનશિપમાં હો અને સેક્સ ન કરો?’ આવો ઝઘડો અમારો ફોન પર થયો હતો. બાદમાં જ્યારે મેં ફિલ્મ જોઈ તો મને લાગ્યું કે તેઓ બરાબર કહેતા હતા. મને એવું લાગ્યું કે દેશમાં આ લવ સ્ટોરીને ખૂબ સારી રીતે સ્વીકાર કરવામાં આવત જો એમાં ​ફિઝિકલ ઇન્ટિમેટ રિલેશનશિપનો ઉમેરો કરવામાં ન આવ્યો હોત.’


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2023 04:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK