Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સરોગસીથી જન્મેલાં બાળકોની મમ્મી પણ હું પોતે છું એવો જવાબ સોશ્યલ મીડિયા યુઝરને આપ્યો કરણ જોહરે

સરોગસીથી જન્મેલાં બાળકોની મમ્મી પણ હું પોતે છું એવો જવાબ સોશ્યલ મીડિયા યુઝરને આપ્યો કરણ જોહરે

26 August, 2024 11:39 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમેકર કરણ જોહરને સરોગસીથી બે બાળકો યશ અને રૂહી છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


ફિલ્મમેકર કરણ જોહરને સરોગસીથી બે બાળકો યશ અને રૂહી છે. ૨૦૧૭માં આ ટ્‍વિન્સનો જન્મ થયો હતો. કરણ જોહર તેનાં બાળકોને પૂરતો સમય આપે છે. તેમની સાથેની યાદગાર પળોને પણ સોશ્યલ મીડિયામાં શૅર કરે છે. કરણે રૂહીની એક નાનકડી ક્લિપ શૅર કરી છે. એમાં તે મોબાઇલને વૉઇસ અસિસ્ટન્ટ પર ‘સીરી’ ગીત ગાવાની રિક્વેસ્ટ કરે છે. જોકે સામે સંતોષકારક જવાબ ન મળતાં રૂહી અકળાઈ જાય છે અને કહે છે, ‘આઇ ડોન્ટ લાઇક ઇટ. રિધમમાં સારી રીતે ગીત ગા. કમ ઑન, પ્રોફેશનલ બન.’


એ ક્લિપ પર સોશ્યલ મીડિયા યુઝરે સવાલ કર્યો, ‘રૂહીની મમ્મી કોણ છે? કોઈ મને જણાવશે? હું કન્ફ્યુઝ છું.’



તેને કટાક્ષમાં રિપ્લાય આપતાં કરણે લખ્યું, ‘હું છું તેની મમ્મી. તારી મૂંઝવણને લઈને મને ખૂબ ચિંતા થાય છે એથી તને યોગ્ય અને સુસંગત જવાબ આપવો જ રહ્યો.’


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2024 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK