કરણ જોહરની ટીમ ઓનઈલાઈન ટ્રોલર્સના અકાઉન્ટ કરી રહી છે ટ્રેસ
કરણ જોહર બાળકો યશ અને રૂહી તેમજ માતા હીરૂ જોહર સાથે (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધન માટે ફૅન્સ કરણ જોહર (Karan Johar)ને જવાબદાર ગણાવી રહ્યાં છે. ટ્રોલર્સના મતે, બૉલીવુડમાં સગાવાદને પ્રોત્સાહન આપવામાં કરણ જોહર જ સૌથી આગળ છે. ટ્રોર્લસ કરણ જોહરની માતા હિરૂ જોહર (Hiroo Johar), યશ જોહર (Yash Johar) અને રૂહી જોહર (Roohi Johar)ને મારી નાખવાની ધમકીઓ આપી રહ્યાં હતાં. હવે કરણે તેની માતા અને બાળકોને મારવાની ધમકી આપનાર વિરૂદ્ધ એક્શન લેવાનું નક્કી કરી લીધું છે. કરણની ટીમ ઓનલાઈન ટ્રોલર્સના અકાઉન્ટ ટ્રેસ કરી રહી છે.
કરણ જોહરે જે કલમ હેઠળ કેસ કરવાનું નક્કી કર્યું છે તે અંતર્ગત કોઈપણ વ્યક્તિ અપશબ્દો કહે અને હિંસક મેસેજ લખે છે તો તેને લાખો રૂપિયાનો દંડ ભરવાનો રહેશે. સાથે તેને IT એક્ટની કલમ 67 અને IPCની કલમ 507ની કાર્યવાહી હેઠળ જેલ પણ થઇ શકે છે. DNAના સમાચાર મુજબ, કરણની ટીમે જણાવ્યું કે વકીલોની એક ટીમ ઓનલાઇન ટ્રેક એક્સપર્ટ સાથે મળીને આ બાબતે કામ કરી રહી છે.
ADVERTISEMENT
ટીમે કહ્યું હતું કે, જ્યારે લોકોએ તેના પરિવારને શારીરિક ઇજા પહોંચાડવાની વાત લખી ત્યારે કરણે આ નિર્ણય લીધો. તેની માતા હિરૂને રેપની ધમકી આપવામાં આવી છે. કરણ છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી સોશ્યલ મીડિયાથી દૂર છે. કંગના રનોટ તેના પર જાહેરમાં બૉલીવુડ માફિયા અને સગાવાદનો આરોપ લગાવી રહી છે.

