અનુષ્કાની કરીઅરને ખતમ કરવાની ઇચ્છા બાદ તેને ટ્રોલ કરનારાઓને જવાબ આપ્યો
કરણ જોહર
કરણ જોહરે તાજેતરમાં જ એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં તે કહી રહ્યો છે કે તે અનુષ્કા શર્માની કરીઅર ખતમ કરવા માગતો હતો. તેણે હવે ટ્રોલ્સને સોશ્યલ મીડિયામાં જવાબ આપ્યો છે. તેના એ વાઇરલ વિડિયોને જોતાં અનેક લોકોએ તેની સોશ્યલ મીડિયામાં નિંદા કરવાનું શરૂ કરી દીધું હતું. એ વિડિયો ક્લિપ ‘અય દિલ હૈ મુશ્કિલ’ની રિલીઝના એક અઠવાડિયા પહેલાંની છે. એ ફિલ્મમાં રણબીર કપૂર, અનુષ્કા અને ઐશ્વર્યા રાય બચ્ચન લીડ રોલમાં હતાં. એ વિડિયોમાં કરણ બાદમાં અનુષ્કાની માફી પણ માગે છે. તેને કરવામાં આવેલા ટ્રોલ બાદ કરણે પણ હવે પલટવાર કર્યો છે. ઇન્સ્ટાસ્ટોરી પર કરણે લખ્યું કે ‘લગા લો ઇલ્ઝામ, હમ ઝુકનેવાલોં મેં સે નહીં. ઝૂઠ કા બન જાઓ ગુલામ, હમ બોલનેવાલોં મેં સે નહીં. જિતના નીચા દિખાઓગે, જિતને આરોપ લગાઓગે, હમ ગિરનેવાલોં મેં સે નહીં. હમારા કરમ હમારી વિજય હૈ. આપ ઉઠા લો તલવાર, હમ મરનેવાલોં મેં સે નહીં.’