કરણે બેજ રંગના બ્લેઝર અને પૅન્ટ તથા સફેદ રંગનું શર્ટ પહેર્યાં છે. કરણનો આ લુક સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ એકા લખાણીએ રેડી કર્યો છે. આ લુકમાં કરણની ટાઇએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
કરણ જોહર
કરણ જોહર પોતાની ફિલ્મો ઉપરાંત પોતાના લુક્સને લઈને પણ લોકોનું ધ્યાન ખેંચતો રહે છે. સોશ્યલ મીડિયા પર તે ખાસો ઍક્ટિવ છે. તેણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર અમુક ફોટોઝ શૅર કર્યા છે જેમાં તેણે ગળામાં ‘ચોટલી સ્ટાઇલ’ની ટાઇ પહેરેલી છે.
કરણે બેજ રંગના બ્લેઝર અને પૅન્ટ તથા સફેદ રંગનું શર્ટ પહેર્યાં છે. કરણનો આ લુક સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ એકા લખાણીએ રેડી કર્યો છે. આ લુકમાં કરણની ટાઇએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. કરણ જોહરે પહેરેલી આ ડિઝાઇનર ટાઇની કિંમત ૧,૯૩,૬૬૯ રૂપિયા જેટલી છે. આ ઉપરાંત કરણે બ્લેઝર પર પહેરેલું આઇ-બ્રોચ પણ ડિઝાઇનર છે, જેની કિંમત ૧,૫૨,૧૨૧ રૂપિયા છે. કરણના હાથમાં હર્મીસની મોંઘીદાટ બૅગ પણ હતી.