વરુણ ધવનનાં લગ્ન વિશે કરણ જોહરે કહ્યું...
કરણ જોહરનું કહેવું છે કે વરુણ ધવન હવે તેની લાઇફની નવી મુસાફરી માટે તૈયાર છે. વરુણ ધવને રવિવારે તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં વરુણ સાથેનો ફોટો શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી કે ‘હું આ પોસ્ટ લખી રહ્યો છું ત્યારે મારામાં ઘણાં ઇમોશન્સ અને યાદો સામે આવી રહ્યાં છે. આ બાળકને હું ગોવામાં મળ્યો હતો એની યાદ હજી પણ મને યાદ છે. તેના લાંબા વાળ હતા અને આંખોમાં ખૂબ જ મોટાં સપનાં હતાં. તેનો સ્વૅગ ફિલ્મી પડદા પર દેખાવા માટે રાહ જોઈ રહ્યો હતો. થોડાં વર્ષ બાદ તે ‘માય નેમ ઇઝ ખાન’માં મારો અસિસ્ટન્ટ બન્યો હતો. હું શાંતિથી જોઈ રહ્યો હતો કે તે કેટલો સિન્સિયરલી કામ કરે છે અને તે કેટલો હિલેરિયસ છે. તે જ્યારે પહેલી વાર મારી સામે મારા કૅમેરા સામે આવ્યો હતો ત્યારે અચાનક તેના તરફ મને પ્રેમ અને કાળજીની લાગણી આવી ગઈ હતી. હું તેના માટે એક પેરન્ટ જેવો બની ગયો હતો. તે જ્યારે લગ્નના ફેરા ફરી રહ્યો હતો ત્યારે તેના પેરન્ટ હોવાનાં ઇમોશન્સ ફરી મારામાં આવ્યાં હતાં. મારો દીકરો મોટો થઈ ગયો છે અને તે હવે તેની લાઇફની નવી સુંદર મુસાફરી માટે તૈયાર છે. નતાશા અને વરુણને અભિનંદન. મારા આશીર્વાદ હંમેશાં તમારી સાથે છે.’
હલ્દી લગા કે રખના
ADVERTISEMENT
વરુણ ધવને હાલમાં જ તેના હલ્દી સેરેમનીના ફોટો શૅર કર્યા છે. તેણે રવિવારે અલીબાગમાં તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરી લીધાં હતાં. આ સેરેમનીના ઘણા ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. આ ફોટોની સાથે તેણે પોતાના ફ્રેન્ડ સાથેનો ફોટો પણ શૅર કર્યો હતો.

