કરણ જોહેરે બાળકોના ઉછેર પર લખ્યું પુસ્તક, યુર્ઝસ કરી રહ્યાં છે ટ્રોલ
કરણ જોહર બાળકો યશ અને રૂહી સાથે
લૉકડાઉન પિરિયડ ફેમેલી સાથે એન્જોય કરી રહેલા કરણ જોહર (Karan Johar)એ તાજેતરમાં જ સોશ્યલ મીડિયા દ્વારા એક જાહેરાત કરી છે. પ્રોડયુસર હવે રાઈટર પણ બની ગયો છે. તેણે બાળકો માટે પિક્ચર બુક લખી છે. જે ટૂંક સમયમાં રજુ થવાની છે. જોકે, કરણ જોહરની આ જાહેરાત પછી યુર્ઝસ તેને ટ્રોલ પણ કરી રહ્યાં છે.
કરણ જોહેરે વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે, હું તમારી સાથે કંઈક ખાસ શૅર કરીને એક્સાઈટેડ છું. બાળકો માટે મારી પહેલી પિક્ચર બુક. 'ધ બિગ થોટ્સ ઓફ લિટલ લવ' ટૂંક સમયમાં આવી રહી છે. ટ્વિંકલ ખન્ના તમારો આભાર. પુસ્તકમાં બાળકોના નામ લવ તથા કુશની મદદથી તેમના ઉછેર અંગે વાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
Wanted to share something exciting! My first picture book for kids ! #thebigthoughtsoflittleLUV ! Coming soon! Thank you @mrsfunnybones for introducing me to the wonderful @Chikisarkar @juggernautbooks pic.twitter.com/QkZdYzCcEL
— Karan Johar (@karanjohar) September 1, 2020
ફિલ્મમેકર કરણ જોહરની આ અનાઉન્સમેન્ટ બાદ સેલેબ્સ અને મિત્રો તેને શુભકામનાઓ પાઠવી રહ્યાં છે. તો કેટલાક યુઝર તેને ટ્રોલ પણ કરી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ કરણ જોહરને ટ્રોલ કરવામાં આવ્યો હતો જેથી તેણે સોશ્યલ મીડિયાથી દૂરી બનાવી લીધી હતી. જો કે હવે તે ફરીથી એક્ટિવ થયો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા કરણ જોહરે પોતાની બાયોગ્રાફી 'એન અનસ્યુટેબલ બોય' લખી હતી. આ પુસ્તકમાં તેના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતોનો ખુલાસો થયો છે. કરણની ઓટોબાયોગ્રાફી ખૂબ ચર્ચામાં રહી હતી.
તમને જણાવી દઈએ કે, કરણ જોહરને યશ અને રુહી નામના બે બાળકો છે. કરણ તેમનો સિંગલ ફાધર છે. આ બે જુડવા બાળકોનો જન્મ 2017માં થયો હતો. કરણ જોહર સેરોગસી દ્વારા પિતા બન્યા છે. કરણે પોતાના પિતાના નામ પર તેના દીકરાનું નામ યશ રાખ્યું છે અને તેમની માતા હીરૂનું ઉંધુ રુહી કરીને દીકરીનું નામ રાખ્યું છે.

