કાંતારા’ને સોળ કરોડમાં બનાવવામાં આવી હતી અને બૉક્સ-ઑફિસ પર આ ફિલ્મે ૪૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
રિષભ શેટ્ટી
રિષભ શેટ્ટીએ તેની ‘કાંતારા’ના સો દિવસ પૂરા થતાં એની પ્રીક્વલની જાહેરાત કરી છે. ‘કાંતારા’ને સોળ કરોડમાં બનાવવામાં આવી હતી અને બૉક્સ-ઑફિસ પર આ ફિલ્મે ૪૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મને સો દિવસ પૂરા થતાં એની પ્રીક્વલની જાહેરાત કરવામાં આવી છે, જેને ૨૦૨૪માં રિલીઝ કરવામાં આવશે. આ વિશે રિષભ શેટ્ટીએ કહ્યું કે ‘અમારી ‘કાંતારા’ને લોકોએ પ્રેમ અને સપોર્ટ આપ્યો એ માટે અમે નસીબદાર છીએ અને હવે અમે આ જર્નીને આગળ વધારી રહ્યા છીએ. આ ફિલ્મના સો દિવસ થયા છે અને એથી અમે આ ફિલ્મની પ્રીક્વલની જાહેરાત કરી રહ્યા છીએ. તમે જે જોયો એ પાર્ટ ટૂ હતો પાર્ટ વનને હવે આવતા વર્ષે રજૂ કરવામાં આવશે.’