‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને મરાઠી ફિલ્મ ‘મી વસંતરાવ’નો પણ સમાવેશ ઑસ્કરના લિસ્ટમાં કરવામાં આવ્યો છે
Oscar Awards
ઑસ્કર માટે એલિજિબલ લિસ્ટમાં ‘કાંતારા’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’
ઑસ્કર અવૉર્ડ્સ દ્વારા એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં દુનિયાભરની ૩૦૧ ફિલ્મનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ઑસ્કર માટે એલિજિબલ છે. ‘RRR’, ‘ધ લાસ્ટ ફિલ્મ શો’, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’, ‘કાંતારા’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને મરાઠી ફિલ્મ ‘મી વસંતરાવ’નો સમાવેશ આ ૩૦૧ ફિલ્મોના લિસ્ટમાં કરવામાં આવ્યો છે. ૨૦૨૧માં આ લિસ્ટમાં ૨૭૬ ફિલ્મો હતી અને ૨૦૨૦માં ૩૬૬ ફિલ્મો હતી. દેશ દ્વારા ઑફિશ્યલ એન્ટ્રી ન હોય તો પણ આ ફિલ્મોનો સમાવેશ ઑસ્કરમાં થવા માટે એલિજિબલ છે. આ અવૉર્ડ્સ માટેનું વોટિંગ ૧૨ જાન્યુઆરીએ શરૂ કરવામાં આવશે અને ૧૭ જાન્યુઆરીએ બંધ થશે. આ અવૉર્ડ્સને ૨૪ જાન્યુઆરીએ (અમેરિકામાં) લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.