કંગના વૃદ્ધ મહિલા વિશે આવું બોલતાં, તને શરમ આવવી જોઈએ : મિકા સિંહ
કંગના વૃદ્ધ મહિલા વિશે આવું બોલતાં, તને શરમ આવવી જોઈએ : મિકા સિંહ
કંગના રનોટ અને દિલજિત દોસાંજ વચ્ચે ચાલી રહેલી ટ્વિટર વૉરમાં કૂદતાં મિકા સિંહે જણાવ્યું કે કંગનાને શરમ આવવી જોઈએ. ખેડૂતોના આંદોલનમાં સામેલ થનાર એક વૃદ્ધ મહિલા વિશે કંગનાએ ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટને લઈને દિલજિત દોસાંજ ખૂબ જ ગુસ્સે થયો હતો અને તેણે કંગનાને ધોઈ નાખી હતી. ટ્વિટર પર ટ્રોલ થયા બાદ કંગનાએ ટ્વીટ ડિલીટ કર્યું હતું. મહિલા માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવા બદલ કંગનાની ચોમેર નિંદા થઈ રહી છે. એવામાં સિંગર મિકા સિંહે પણ તેનો ઊધડો લીધો છે. તેના વિશે ટ્વિટર પર મિકા સિંહે ટ્વીટ કર્યું હતું કે ‘મને કંગના પ્રતિ અપાર સન્માન છે. તેની ઑફિસ જ્યારે તોડવામાં આવી ત્યારે મેં તેના સપોર્ટમાં ટ્વીટ કર્યું હતું. હવે મને લાગે છે કે મેં ખોટું કર્યું હતું. કંગના, એક મહિલા તરીકે તને વૃદ્ધ મહિલા માટે માન હોવું જોઈએ. જો તારામાં જરા પણ વિવેક હોય તો તું માફી માગ. શેમ ઑન યુ.’

