‘ટેમ્પ્ટેશન આઇલૅન્ડ’ના ઇન્ડિયન વર્ઝનને હોસ્ટ કરવાની સાથે તે તેનો ડિજિટલ ડેબ્યુ પણ કરી રહી છે
કંગના રણોત
કંગના રનોટ હવે રિયલિટી શોને હોસ્ટ કરવા માટે જઈ રહી છે. તે હવે ‘ટેમ્પ્ટેશન આઇલૅન્ડ’ના ઇન્ડિયન વર્ઝનને હોસ્ટ કરવાની સાથે તે તેનો ડિજિટલ ડેબ્યુ પણ કરી રહી છે. આ એક અમેરિકન રિયલિટી શો છે. આ માટે કંગનાને સાઇન પણ કરી લેવામાં આવી છે અને બહુ જલદી એનું શૂટિંગ પણ શરૂ કરવામાં આવશે. આ શોમાં કપલ્સ અને સિંગલ્સને ભેગાં લાવીને તેમના બૉન્ડને ચેક કરવામાં આવે છે. આ સાથે જ કંગના તેની ‘થલાઇવી’ની રિલીઝની રાહ જોઈ રહી છે અને હાલમાં બુડાપેસ્ટમાં ‘ધાકડ’નું શૂટિંગ કરી રહી છે.

