ફિલ્મમાં તે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં દેખાવાની છે. આસામમાં તે એક તળાવમાં પગ ધુએ છે. એનો ફોટો પણ તેણે શૅર કર્યો છે. ફિલ્મની રેકી દરમ્યાન નદીમાં તે ચાલી રહી છે.
કંગના રણોત
કંગના રનોટ તેની આગામી ફિલ્મ ‘ઇમર્જન્સી’ની રેકી કરતી વખતે પાણીમાં પડતાં-પડતાં રહી ગઈ હતી. તે હાલમાં આસામમાં છે અને ફિલ્મને લઈને રેકી કરી રહી છે. તે પાણીમાં ચાલી રહી છે એનો ફોટો તેણે શૅર કર્યો છે અને સાથે જ સેટ પરથી પણ કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફિલ્મ દેશમાં લાગેલી ઇમર્જન્સી પર આધારિત છે. ફિલ્મમાં તે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં દેખાવાની છે. આસામમાં તે એક તળાવમાં પગ ધુએ છે. એનો ફોટો પણ તેણે શૅર કર્યો છે. ફિલ્મની રેકી દરમ્યાન નદીમાં તે ચાલી રહી છે. એનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘આવું જ કંઈક થાય છે જ્યારે તમે ઓવર-એક્સાઇટેડ હો છો. ‘ઇમર્જન્સી’ની ટેક-રેકી.’