કંગના વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવ્યું હૃતિકે
હૃતિક રોશન
હૃતિક રોશને ગઈ કાલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં કંગના રનોટ વિરુદ્ધ સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવ્યું હતું. તેનો વિડિયો પણ વાઇરલ થયો છે જેમાં તે તેની કારમાંથી બહાર નીકળીને ક્રાઇમ બ્રાન્ચની ઑફિસમાં જઈ રહ્યો છે. તે કૅપ અને માસ્ક સાથે જોવા મળ્યો હતો. તેણે ત્યાં હાજર મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું. છેલ્લાં ઘણાં વર્ષથી ઈ-મેઇલને લઈને ચાલી રહેલા કેસમાં હૃતિકે સ્ટેટમેન્ટ નોંધાવ્યું હતું. કંગનાનો આરોપ હતો કે હૃતિક તેની સાથે ઈ-મેઇલ દ્વારા વાત કરતો હતો. જોકે હૃતિકનું કહેવું છે કે મેં કોઈ દિવસ તેને ઈ-મેઇલ નથી કરી. કોઈક વ્યક્તિ મારા નામનો ઉપયોગ કરીને તેની સાથે વાત કરી રહ્યો હતો.
દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ, પણ મારો સિલી એક્સ ત્યાં જ છે: કંગના
ADVERTISEMENT
કંગના રનોટે હાલમાં તેના કહેવાતા એક્સ-બૉયફ્રેન્ડ હૃતિક રોશનની ઠેકડી ઉડાડી છે. હૃતિક મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવવા જશે એ સમાચાર આવતાં કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘દુનિયા કહાં સે કહાં પહોંચ ગયી, મગર મેરા સિલી એક્સ અભી ભી વહીં હૈ, ઉસી મોડ પે જહાં યે વક્ત દોબારા લૌટ કે નહીં જાનેવાલા.’
ટ્વિટર મને આડકતરી રીતે બૅન કરી રહ્યું છે : કંગના
કંગના રનોટનું કહેવું છે કે ટ્વિટર મને આડકતરી રીતે બૅન કરી રહ્યું છે. કંગના તેના વિચાર મુક્તપણે રજૂ કરે છે અને એથી જ તે ગમે તેવી ભાષાનો પણ ઉપયોગ કરે છે. આ કારણસર તેની ટ્વીટને ઘણી વાર ડિલીટ પણ કવામાં આવી છે. આથી કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘મને આડકતરી રીતે બૅન કરવામાં આવી રહી છે, કારણ કે ચાચા જૅક અને ફ્રી સ્પીચને પ્રમોટ કરતી તેની ટીમ ટ્વિટર મારાથી ડરે છે. તેઓ મને સસ્પેન્ડ નથી કરી શકતા, પરંતુ દરરોજ એક્સપોઝ પણ નથી કરવા દેતા. હું અહીં ફૉલોઅર્સ વધારવા કે પછી મારી જાતને પ્રમોટ કરવા નથી આવી. હું અહીં મારા દેશ માટે છું અને એ તેમને ગમતું નથી.’

