દિલજિત દોસાંજ પર વીફરેલી કંગનાએ કહ્યું...
કંગના રનોટ
કંગના રનોટ અને દિલજિત દોસાંજ વચ્ચે સોશ્યલ મીડિયામાં ફરીથી શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. કંગનાએ તેના પર વીફરતાં જણાવ્યું છે કે શું તારા કહેવાથી પંજાબ મારી વિરુદ્ધમાં થઈ જશે? દેશમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. એને લઈને ખેડૂતોને ન્યાય મળે એ તરફેણમાં કેટલાક લોકો છે તો કેટલાકને લાગે છે કે સરકાર જે કાયદો લાવવાની છે એ યોગ્ય છે. કંગના પર પ્રહાર કરતાં ટ્વિટર પર દિલજિતે ટ્વીટ કર્યું હતું કે ‘તને તારા વિશેની ઘણીબધી ખોટી ધારણાઓ છે. તેં જે કર્યું છે એથી એમ નહીં માનતી કે પંજાબીઓ એ બધું ભૂલી જશે. એનો જવાબ તને જલદી જ મળી જશે.’
તો સામે એનો જવાબ આપતાં કંગનાએ પણ ટ્વીટ કર્યું હતું કે ‘સમય જ જણાવશે કે કોણ ખેડૂતો માટે લડી રહ્યું છે અને કોણ તેમની વિરુદ્ધમાં છે. સો જૂઠને કારણે એક સત્ય છુપાઈ નહીં જાય. જેને તમે સાચા દિલથી ચાહો છો એ તમને કદી પણ નફરત નહીં કરે. તને શું લાગે છે કે તારા કહેવાથી પંજાબ મારી વિરુદ્ધમાં થઈ જશે? આટલાં મોટાં-મોટાં સપનાં ન જો, તારું દિલ તૂટી જશે.’

