ઘણા લોકોએ આ ઘટનાને વખોડી કાઢી હતી
કંગના રનોટ
કંગના રનૌતના સપોર્ટમાં તેના એક્સ-બૉયફ્રેન્ડ્સ હૃતિક રોશન અને અધ્યયન સુમન આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલી સંસદસભ્ય કંગના રનૌતના ચહેરા પર ચંડીગઢ ઍરપોર્ટની સેન્ટ્રલ રિઝર્વ ઇન્ડસ્ટ્રિયલ ફોર્સ (CISF)ની મહિલા અધિકારીએ એક તમાચો માર્યો હતો. ઘણા લોકોએ આ ઘટનાને વખોડી કાઢી હતી. તો ઘણાએ એ મહિલા અધિકારીને સપોર્ટ પણ કર્યો હતો. હાલમાં જ એક જર્નલિસ્ટ દ્વારા આ ઘટનાની નિંદા કરવામાં આવી છે. એ જર્નલિસ્ટે કહ્યું હતું કે હિંસા ક્યારેય કોઈ પણ વસ્તુનો જવાબ ન હોઈ શકે. આ જર્નલિસ્ટની પોસ્ટને લાઇક કરીને હૃતિકે પણ આ ઘટના વિરુદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી એટલું જ નહીં, અધ્યયન સુમને કહ્યું હતું કે ‘કોઈ પણ વ્યક્તિને અંગત રીતે ગુસ્સો હોય તો પણ એને જાહેરમાં કાઢવો ખોટું છે. આ ઘટના નહોતી થવી જોઈતી હતી.’