કંગના રણોતે ફરી એકવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોને આડેહાથ લીધા છે. કંગનાએ જણાવ્યું કે તેમની માએ ગોળ-રોટલી ખાતા શીખવ્યું છે પણ તે મર્યાદા વિરુદ્ધ કોઈ કામ ન કરી શકે.
કંગના રણોત (ફાઈલ તસવીર)
કંગના રણોતે (Kangana Ranaut) પોતાની માની સાદગીને બહાને ઈન્ડસ્ટ્રીના અનેક લોકો પર નિશાનો સાધ્યો છે. તેમણે રવિવારે પોતાની માની એક તસવીર પોસ્ટ કરી હજી જેમાં તે ખેતરમાં કામ કરી રહી હતી. તેના ફૉલોઅર્સે ફોટો રીટ્વીટ કરતા આશ્ચર્ય વ્યક્ત કર્યો કે કરોડપતિ હોવા છતાં કંગનાની મા ખેતરોમાં કામ કરે છે. આના પર કંગનાએ અનેક ટ્વીટ્સ કરીને બૉલિવૂડના હીરો, હિરોઈન્સ પર નિશાનો સાધ્યો છે. તેમણે લખ્યું કે ન તો તે લગ્નમાં નાચે છે કે ન તો હીરોના બોલાવ્યા પર તેમના રૂમમાં જાય છે.
માએ શીખવ્યું મીઠું-રોટલી ખાતા
કંગના રણોતે રવિવારે પોતાની માની તસવીર પોસ્ટ કરી હતી. આની સાથે કૅપ્શનમાં લખ્યું હતું કે તેમની મા રોજ 7-8 કલાક ખેતરમાં કામ કરે છે. આના પર એક ટ્વિટર યૂઝરે લખ્યું, કરોડપતિ હોવા છતાં પણ કંગનાની મા ખેતરમાં કામ કરે છે. આટલી સાદગી તમે ક્યાંથી લાવો છો? આના પર કંગનાએ જવાબ આપ્યો કે, આ મારે કારણે અમીર નથી. હું રાજકારણીઓ, બ્યૂરોક્રેટ્સ અને બિઝનેસમેનના પરિવારથી છું. મા 25 વર્ષથી શિક્ષક રહી છે. મારી માએ શીખવ્યું છે કે મીઠું-રોટલી ખાઈ લેવી પણ કોઈની પાસેથી કશું માગવું નહીં. એવું કંઈપણ છે જે મારા સંસ્કારો વિરુદ્ધ છે તેને ના પાડતાં શીખવ્યું છે. ફિલ્મ માફિયાઓએ સમજવું જોઈએ કે મારો એટિટ્યૂડ ક્યાંથી આવે છે અને હું ફિલ્મો અને લગ્નમાં નાચવા જેવું ચીપ કામ નથી કરી શકતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : શૈલેશ લોઢાએ અસિત મોદી પર મૂક્યો ગંભીર આક્ષેપ, બીજાઓની પ્રતિભાથી મેળવે છે લાભ?
હીરોના રૂમમાં નથી જતી
માફિયાએ મારા એટિટ્યૂડને મારો એરોગેન્સ કહ્યો, કારણકે મેં બીજી છોકરીઓની જેમ હસવાની, આઈટમ નંબર કરવાની, લગ્નમાં નાચવાની અને રાતે બોલાવવા પર હીરોના રૂમમાં જવાની સ્પષ્ટ ના પાડી દીધી. તેમણે મને પાગલ જાહેર કરી દીધી ને જેલ મોકલવાનો પ્રયત્ન કર્યો. એ એટિટ્યૂડ છે કે દ્રઢતા? પોતાને સુધારવાને બદલે તે લોકો મને સુધારવા નીકળ્યા છે. પણ ચક્કર છે કે મને મારે માટે ક્યારેય કંઈ નથી જોઈતું. મેં આજે પણ મારું બધું ગીરવે મૂકીને ફિલ્મ બનાવી છે, રાક્ષસોનો સફાયો થશે, સજા મળશે. કોઈએ મને બ્લેમ ન કરવું જોઈએ.